Home Gujarat Mass S In Surat Husband Wife And Child Swallow Poison

સુરતમાં પરિવારનો સામુહિક આપઘાત : પતિ, પત્ની અને બાળકે ઝેરી દવા ગટગટાવી?, ગેસ ગળતરથી મોત થયાની પોલીસને આશંકા

સુરતમાં પરિવારનો સામુહિક આપઘાત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 10, 2026, 01:50 PM IST

સુરતના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સોય શેરીમાં ચોંકાવનારી સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. પતિ, પત્ની અને તેમના બાળકએ અજાણ્યા કારણોસર ઝેરી દવા પી લીધી હોવાની માહિતી મળી છે. આ બનાવના સમાચાર મળતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરવા આવી હતી. જેના ભાગરૂપે ડી.સી.પી. રાઘવ જૈન પણ સ્થળ પર પહોંચી ઘટનાઓનું નિરીક્ષણ કર્યું છે.

પતિ, પત્ની અને બાળકે ઝેરી દવા પીધી

મૃતકોની ઓળખ કરવામાં આવી છે. તેઓ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવામાં આવ્યું છે. પરિવાર અઠવાડિયા પહેલાં જ સાઉદી અરબની યાત્રા કરીને ફરેલો હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલમાં પરિવારમાં સામૂહિક આપઘાતનું કારણ સ્પષ્ટ થયેલું નથી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી છે.

આપઘાત પાછળનું કારણ અકબંધ

આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. આ ઘટનાને લઈ પોલીસ તાત્કાલિક તપાસમાં લાગી છે, જેમાં પરિવારમાંના મોનિટરિંગ અને ઘરમાં ઉપલબ્ધ દવાઓના સ્ત્રોતો અંગે વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. જે કે, પોલીસનું એવુ પણ અનુમાન છે કે, ગેસ ગળતરના કારણે મોત થયું છે.

મૃતકોના નામ

ફૈઝ અહેમદ, પિતા - 36 વર્ષ

મુબીના અહેમદ, માતા - 32 વર્ષ

નોમાન અહેમદ, પુત્ર - 13 વર્ષ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાશે!
જૈન મુનિ સાગરચંદ્ર વિવાદના વમળમાં...
જામનગરને મળી મોટી ભેટ
એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ ટેસ્ટ મુદ્દે હોબાળો
નંદેસરી GIDCના ઉદ્યોગો માટે 'સ્ટીમ હાઉસ' બન્યું સંજીવની