Home Automobile Maruti Suzuki To Hike Price By To 4 Percent From January 2025

કારની કિંમતોમાં વધારો : હવે કાર ખરીદવી થશે મોંધી… આ કંપનીએ કારની કિંમતોમાં વધારાની કરી જાહેરાત

કારની કિંમતોમાં વધારો
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2024, 06:38 AM IST


Maruti Suzuki Price Hike: દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ નવા વર્ષની શરૂઆત પહેલા પોતાની કારની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે જાન્યુઆરી 2025થી તેના વાહનોની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે, આવતા વર્ષે જાન્યુઆરીથી કારની કિંમતમાં લગભગ 4%નો વધારો થશે.

ભાવ કેમ વધશે

મારુતિ સુઝુકીએ તેની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, વધતા ઈનપુટ ખર્ચ, એક્સચેન્જ રેટ અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો થવાને કારણે કંપનીને કારની કિંમતો વધારવાની ફરજ પડી છે. કંપની દ્વારા આ વધારાના ખર્ચને ઉઠાવવાના પ્રયાસો અપૂરતા સાબિત થયા છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કઈ કારની કિંમત વધશે

કંપનીએ પોતાની અખબારી યાદીમાં કહ્યું છે કે, 1 જાન્યુઆરીથી હ્યુન્ડાઈના તમામ મોડલની કિંમતોમાં વધારો કરવામાં આવશે. જે વિવિધ મોડલ પર નિર્ભર રહેશે. પરંતુ આ વધારો કારની એક્સ-શોરૂમ કિંમત પર લાગુ થશે. જો કે, કઈ કાર પર કેટલો વધારો થશે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી નથી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મારુતિ સુઝુકીએ સ્થાનિક બજારમાં પોતાની પ્રખ્યાત સેડાન કાર Dezireનું નવું ફોર્થ જનરેશનનું મોડલ લોન્ચ કર્યું છે. જેની શરૂઆતી કિંમત 6.79 લાખ રૂપિયા છે. આ સિવાય કંપની આવતા વર્ષે પોતાની પહેલી ઈલેક્ટ્રિક કારને પણ માર્કેટમાં લાવવાની તૈયારી કરી રહી છે. જે 17 જાન્યુઆરીથી શરૂ થનારા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે.

હ્યુન્ડાઈની કાર પણ થશે મોંઘી

અગાઉ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ 1 જાન્યુઆરી 2025થી તેના વાહનોની કિંમતો વધારવાની જાહેરાત કરી હતી. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હ્યુન્ડાઈની કારની કિંમતમાં અંદાજે 25,000 રૂપિયાનો વધારો કરવામાં આવશે. કંપનીના ડાયરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરુણ ગર્ગે કહ્યું કે, કારની વધતી કિંમતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.




joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now