Home Automobile Maruti Suzuki Swift Including These 3 Cars Launched In 2024 Give Mileage

જોરદાર માઈલેજ આપતી ટોપ 3 કાર : આપે છે 34 KMની એવરેજ

જોરદાર માઈલેજ આપતી ટોપ 3 કાર
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2024, 07:46 AM IST

જો તમે પણ એક સારી માઈલેજ વાળી કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો આ સમાચાર તમારા માટે ખુબ જ ઉપયોગી છે. તમને જણાવી દઈએ કે ઘણા અગ્રણી કાર ઉત્પાદકોએ વર્ષ 2024માં તેમના નવા મોડલ લોન્ચ કર્યા છે, જેમાં કસ્ટમર્સને ઉત્તમ માઈલેજ મળી રહ્યું છે. આ કંપનીઓમાં Maruti Suzukiથી લઈને Hondaનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ કઈ છે વર્ષ 2024માં લૉન્ચ થયેલી 3 સૌથી માઇલેજ આપનારી કાર.

New-gen Maruti Swift
મારુતિ સુઝુકીએ વર્ષ 2024માં તેની લોકપ્રિય સ્વિફ્ટનું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે. પાવરટ્રેન તરીકે, નવી સ્વિફ્ટમાં 1.2-લિટર 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે જે 5-સ્પીડ મેન્યુઅલ અથવા ઓટોમેટિક ગિયરબોક્સ સામેલ છે. તમને જણાવી દઈએ કે કારનું મેન્યુઅલ વેરિઅન્ટ 24.8 kmpl, ઓટોમેટિક વેરિયન્ટ 25.75 kmpl જ્યારે CNG વેરિએન્ટ 32.85 km/kgની માઈલેજ આપવાનો દાવો કરે છે.

New Maruti Dzire
બીજી તરફ, મારુતિ સુઝુકીએ પણ વર્ષ 2024માં તેની સૌથી વધુ વેચાતી Sedan Dzireને અપડેટ કરી છે. નવી Dezireમાં 1.2-લિટર 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન પણ છે. તમને જણાવી દઈએ કે કંપની Dzire મેન્યુઅલમાં 24.79 kmpl, ઓટોમેટિકમાં 25.71 kmpl અને CNG સાથે 33.73 km/kg ની માઈલેજ આપવાનો દાવો કરે છે.

New Honda Amaze
હોન્ડાએ વર્ષ 2024માં તેની લોકપ્રિય Sedan Amazeને પણ અપડેટ કરી છે. જેમાં પાવરટ્રેન માટે, નવી અમેઝમાં જૂના 1.2-લિટરનું પેટ્રોલ એન્જિન યથાવત રાખવામાં આવ્યું છે. અમે તમને જણાવી દઈએ કે Amazeનું મેન્યુઅલ વેરિઅન્ટ 18.65 kmplની માઈલેજ આપવાનો દાવો કરે છે, જ્યારે CVT ઓટોમેટિક 19.46 kmplની માઈલેજ આપવાનો દાવો કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now