Home Automobile Maruti Suzuki Ertiga Best 7 Seater Family Car 1 Lakh Down Payment

માત્ર એક લાખ રૂપિયા ભરીને ઘરે લેવી શકો છો : આ 7 સીટર કાર

માત્ર એક લાખ રૂપિયા ભરીને ઘરે લેવી શકો છો
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2025, 05:38 AM IST

ભારતીય બજારમાં મારુતિ સુઝુકી અર્ટિગાને એક બજેટ ફેમિલી કાર માનવામાં આવે છે. જો તમે આ કાર ખરીદવા માગો છો પણ તમારી પાસે એટલા બધા રૂપિયા નથી તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી.

કેટલું ડાઉનપેમેન્ટ?

માત્ર 1 લાખ રૂપિયાની ડાઉન પેમેન્ટથી કારને ખરીદી શકો છો. આ રીતે તમે આ કારને EMI પર ખરીદી શકો છો. મારુતિ સુઝુકી અર્ટિગા CNGની કિંમત 10.78 લાખ રૂપિયા છે. જો તમે આ કાર દિલ્લીથી ખરીદો છો, તો તમારે 1,12,630 રૂપિયાની RC ફી અને 40,384 રૂપિયાની વીમા રકમ ચૂકવવી પડશે. 12, 980 રૂપિયાનો વધારાનો ચાર્જ છે. આ સાથે અર્ટિગા ઓન-રોડની કિંમત 12,43,994 રૂપિયા થઈ ગઈ છે.

તમારે દર મહિને આટલી આવશે EMI

જો તમે 12.43 લાખ રૂપિયાની ઓન-રોડ કિંમત પર 1 લાખ ડાઉન પેમેન્ટ આપો છો, તો તમારે 11,43,994 રૂપિયાની કાર લોન લેવી પડશે. આ રીતે તમારે 10 ટકાના વાર્ષિક વ્યાજ દરે દર મહિને 24,306 રૂપિયાના કુલ 60 હપ્તા ચૂકવવા પડશે. તમારે વ્યાજ તરીકે 3,14,396 રૂપિયા ચૂકવવા પડશે.

મારુતિ સુઝુકી અર્ટિગાના સ્પેસિફિકેશન અને ફીચર્સ

અર્ટિગા CNG વેરિએન્ટમાં 26.11 કિલોમીટર પ્રતિ કિલોની માઈલેજ મળે છે. આ કાર 1.5 લીટર પેટ્રોલ અને ડીઝલ એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે.  મારુતિ સુઝુકી અર્ટિગા ભારતીય બજારમાં સૌથી વધુ વેચાતી MPV પૈકીની એક કાર છે. આ 7 સીટર કારમાં 1462 CC પેટ્રોલ એન્જિન મળે છે. આ એન્જિન 101.64 bhp પાવર અને 136.8 NM ટોર્ક જનરેટ કરે છે. તે મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે મળે છે. કંપનીના જણાવ્યા અનુસાર, કાર 20.51 કિમી પ્રતિ લિટરની માઇલેજ પણ આપે છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now