Home Automobile Maruti Suzuki Alto K10 Cheapest Car Price Hike New Price List Petrol And Cng Variant

દેશની સૌથી સસ્તી કાર થઈ મોંઘી : મોંઘા બાઈક જેટલી મળી શકે છે માઈલેજ

દેશની સૌથી સસ્તી કાર થઈ મોંઘી
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2025, 05:31 AM IST

મારુતિ સુઝુકી અલ્ટો K10 ભારતીય ઓટોમોબાઈલ બજારમાં સૌથી સસ્તી હેચબેક કારમાંથી એક છે. કાર થોડી નાની છે, પરંતુ માઈલેજની દ્રષ્ટિએ આ કાર ખૂબ જ પસંદ કરવામાં આવે છે. મારુતિએ તેની કાર્સની કિંમતોમાં વધારો કર્યો છે. જે પછી પણ અલ્ટોની માગમાં ઘટાડો નથી થયો. ચાલો જાણીએ મારુતિ સુઝુકી અલ્ટોની કિંમતમાં કેટલો વધારો થયો છે.

ભાવમાં કેટલો વધારો?

મારુતિ સુઝુકીએ અલ્ટો K10ના બેઝ STD (O) પેટ્રોલ વેરિએન્ટની કિંમતમાં 10,000 રૂપિયા અને CNG વેરિએન્ટની કિંમતમાં 10,000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. ગત મહિને કંપનીએ જાહેરાત કરી હતી કે વિવિધ મોડલ્સમાં 35,000 રૂપિયા સુધી વધારી શકાય છે. તો VXI+ની કિંમતમાં 14 હજાર રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

સૌથી સસ્તી કાર હવે 3.99 લાખને બદલે 4.09 લાખ રૂપિયા થઈ ગઈ

અલ્ટો K10માં 1.0 લીટરનું 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 66 BHP પાવર અને 89 NM ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ મેન્યૂઅલ અથવા AMT ગિયરબોક્સ સાથે આવે છે.

મારુતિ સુઝુકી અલ્ટો K10ની શું છે કિંમત?

આ કારમાં CNGનું ઓપ્શન પણ મળે છે. કંપનીના જણાવ્યા અનુસાર, કારનું પેટ્રોલ વેરિઅન્ટ લગભગ 25 કિમી પ્રતિ લિટરની માઇલેજ આપે છે. આ કારનું સીએનજી વેરિઅન્ટ 33 કિમી સુધીની માઇલેજ આપવા માટે સક્ષમ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now