Home Automobile Maruti Brezza Vs Tata Nexon 10 Lakh Rupees Budget Which Car Gives More Safety And Mileage

MARUTI SUZUKI BREZZA કે TATA NEXON : કઈ કાર વધુ શ્રેષ્ઠ આપના માટે?

MARUTI SUZUKI BREZZA કે TATA NEXON
Published by: OBS Bureau
Last Updated: Feb 19, 2025, 07:00 AM IST

મારુતિ સુઝુકી બ્રેઝાને હાલમાં જ 6 એરબેગ સ્ટાન્ડર્ડ સેફ્ટી સાથે અપડેટ કરવામાં આવી છે. હવે તેના બેઝ વેરિએન્ટમાં પણ સંપૂર્ણ સુરક્ષા ઉપલબ્ધ થવાની છે. જોકે TATA NEXON ભારતીય બજારમાં MARUTI SUZUKI BREZZA ટક્કર આપે છે. બ્રેઝા વધુ સારી માઇલેજ માટે જાણીતી છે, જ્યારે TATA NEXON સેફ્ટી માટે.

MARUTI SUZUKI BREZZA અને TATA NEXON બંને 10 લાખ રૂપિયાની રેન્જમાં આવે છે. જો તમે આ બેમાંથી એક કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો અહીં અમે બંને કારની સલામતી, પ્રદર્શન અને માઇલેજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

બંને કારની કિંમત
TATA NEXONની એક્સ-શોરૂમ કિંમત 7.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 15.50 લાખ રૂપિયા સુધી જાય છે. MARUTI SUZUKI BREZZAની કિંમત 8.34 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 14.14 લાખ રૂપિયા સુધી જાય છે. TATA NEXONને ગ્લોબલ NCAP તરફથી 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યા છે. બીજી તરફ MARUTI SUZUKI BREZZAને 4 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યા છે. TATA NEXONમાં 382 લિટર બૂટ સ્પેસ છે જ્યારે બ્રેઝામાં 328 લિટર છે.

MARUTI SUZUKI BREZZA પાવર

MARUTI SUZUKI BREZZA કોમ્પેક્ટ એસયુવી છે. આ કાર K15 C પેટ્રોલ + CNG (બાય-ફ્યુઅલ) એન્જિન સાથે આવે છે, જે તેને પેટ્રોલ અને CNG બંને મોડમાં ચલાવી શકો છો. તેનું પેટ્રોલ એન્જિન 6,000rpm પર 100.6 bhp પાવર અને 4,400rpm પર 136Nm ટોર્ક જનરેટ કરે છે.

આ એન્જિન 5,500rpm પર 87.8 bhp પાવર અને 4,200rpm પર 121.5 Nm ટોર્ક જનરેટ કરે છે. આ કાર 25.51 કિલોમીટર પ્રતિ કિલોગ્રામની માઈલેજ આપે છે.

TATA NEXONની માઇલેજ


TATA NEXON હાઇબ્રિડ કાર નથી. આ કાર પેટ્રોલ, ડીઝલ અને CNG વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. ટાટા ટિયાગોમાં 1.2 લીટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 5,500rpm પર 88.2 bhp પાવર અને 1,750થી 4,000rpm વચ્ચે 170Nm ટોર્ક જનરેટ કરે છે. TATA NEXON 17થી 24 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now