Home Business Market Soars Like A Rocket Sensex Jumps 1000 Points Nifty Crosses 22800 Again Investors Feel Disappointed

સોમવારના કડાકા બાદ મંગળવારે રોકેટની જેમ ઉછળ્યું બજાર : સેન્સેક્સ 1,000 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી ફરી 22,800 ને પાર, રોકાણકારોએ હાશકારો અનુભવ્યો

સોમવારના કડાકા બાદ મંગળવારે રોકેટની જેમ ઉછળ્યું બજાર
Published by: Nirali Gohil
Last Updated: Mar 24, 2026, 05:15 AM IST

Stock Market Updates: ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહેલા કડાકા બાદ આજે મંગળવારે બજારે જોરદાર વાપસી કરી છે. વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો અને ઘરેલું રોકાણકારોની લેવાલીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1,0000પોઈન્ટથી વધુ વધીને 73,800ની સપાટીએ પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી 300 પોઈન્ટના જમ્પ સાથે 22,800 ના સ્તરને વટાવી ગઈ છે. સોમવારે બજારમાં જોવા મળેલી 15 લાખ કરોડ રૂપિયાની સંપત્તિના ધોવાણ બાદ આજના બાઉન્સ બેકથી રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે. ખાસ કરીને બેન્કિંગ અને ફાઈનાન્શિયલ સેક્ટરમાં આવેલી તેજીએ બજારને ઉપર લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

આજના ટ્રેડિંગ સત્રમાં નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 1,000 પોઈન્ટથી વધુ વધીને 52,900ની સપાટી તરફ આગળ વધી રહ્યો છે. બજારના નિષ્ણાતો માને છે કે, 23,000 નું સ્તર નિફ્ટી માટે અત્યંત મહત્વનું છે અને જો તે પાર થશે તો 23,200-23,300 સુધીની રેલી જોવા મળી શકે છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતો અને ડોલર સામે રૂપિયાની સ્થિતિ હજુ પણ ચિંતાનો વિષય છે. આજે નિફ્ટી વીકલી એક્સપાયરી હોવા છતાં બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે, જેમાં શ્રીરામ ફાઈનાન્સ, ઇન્ડિગો અને આઈશર મોટર્સ ટોપ ગેઈનર્સમાં સામેલ છે.

ટાટા પાવર અને સુઝલોન એનર્જીમાં તેજી: જાણો શું છે કારણ?

આજના બજારમાં પાવર અને રિન્યુએબલ એનર્જી સેક્ટરના શેરોમાં નોંધપાત્ર હલચલ જોવા મળી છે.

  • ટાટા પાવર: મુંદ્રા પ્લાન્ટ માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ (GUVNL) સાથે પૂરક પાવર પરચેઝ એગ્રીમેન્ટ (SPPA) કર્યા બાદ ટાટા પાવરના શેરમાં તેજી જોવા મળી છે.

  • સુઝલોન એનર્જી: ગેઈલ (GAIL) પાસેથી 100 મેગાવોટનો છઠ્ઠો રિપીટ ઓર્ડર મળ્યા બાદ સુઝલોનના શેરમાં ઉછાળો આવ્યો છે.

  • એપોલો હોસ્પિટલ: કંપનીના શેરમાં 3% થી વધુનો ઇન્ટ્રા-ડે ઉછાળો નોંધાયો છે, જે હેલ્થકેર સેક્ટરમાં મજબૂતી દર્શાવે છે.

NLC ઈન્ડિયાનો મેગા પ્લાન: રિન્યુએબલ એનર્જી આર્મનો IPO આવશે

NLC ઈન્ડિયાના સીએમડી પ્રસન્ના કુમાર મોટુપલ્લીએ જણાવ્યું છે કે, કંપની આગામી ૪-૫ વર્ષમાં 1.25 લાખ કરોડ રૂપિયાનું કેપિટલ એક્સપેન્ડિચર (Capex) કરવાનું આયોજન કરી રહી છે. કંપની સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026 સુધીમાં તેના રિન્યુએબલ એનર્જી આર્મનો IPO લાવવાની તૈયારી કરી રહી છે, જેનું મૂલ્યાંકન અંદાજે 7,000 કરોડ રૂપિયા હોઈ શકે છે. કંપનીનું લક્ષ્ય 2023 સુધીમાં 10 GW રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનું છે.

ગોલ્ડ લોન ઈન્ડસ્ટ્રીમાં હલચલ: RBI ના નિયમો મોકૂફ રાખવા માંગ

એસોસિએશન ઓફ ગોલ્ડ લોન કંપનીઝ (AGLOC) એ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ને વિનંતી કરી છે કે, સોના અને ચાંદીના બદલામાં આપવામાં આવતી લોનના નવા ધિરાણ ધોરણોને હાલ પૂરતા મોકૂફ રાખવામાં આવે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ક્રેડિટની ઉપલબ્ધતા અંગેની ચિંતાઓને કારણે આ માંગ કરવામાં આવી છે. બીજી તરફ, HDFC મ્યુચ્યુઅલ ફંડે ગોલ્ડ ETF ના સ્ટ્રક્ચરમાં ફેરફાર કર્યો છે, જે મુજબ હવે ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં રોકાણની છૂટ મળશે.

FII અને DII નો ડેટા: માર્ચ મહિનામાં કોણે કરી વેચવાલી?

આનંદ રાઠી વેલ્થના ડેટા મુજબ, માર્ચ મહિનામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) નેટ સેલર્સ રહ્યા છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સ નેટ બાયર્સ રહ્યા છે. વીમા કંપનીઓએ 19 માર્ચ સિવાયના તમામ સત્રોમાં ખરીદી કરી છે. બજારના વિશ્લેષકોના મતે ભારતીય બજાર હાલમાં યોગ્ય વેલ્યુએશન પર છે અને લાંબા ગાળા માટે તેજીના સંકેતો મળી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now