Home Business Market Closing Bell Sensex Jumps 1187 Points Nifty Above 22600 April 2026

નવા નાણાકીય વર્ષની ધમાકેદાર શરૂઆત : સેન્સેક્સ 1187 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોની સંપત્તિમાં કરોડોનો વધારો; જાણો હવે શું હશે માર્કેટની ચાલ?

Stock Market Closing Bell 1 April 2026
Published by: Nirali Gohil
Last Updated: Apr 01, 2026, 10:54 AM IST

Stock Market Today: નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં ઘટાડો થવાની આશા અને વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોને કારણે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ લાલ નિશાનમાંથી બહાર આવીને મોટા ઉછાળા સાથે બંધ થયા છે. બજારમાં આવેલી આ સર્વગ્રાહી તેજીમાં ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપ શેરોએ મોખરે રહીને પ્રદર્શન કર્યું છે.

વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં સ્થિરતા અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પશ્ચિમ એશિયાના વિવાદને ઉકેલવાના સંકેતોએ બજારને મોટો સપોર્ટ આપ્યો હતો. બજારના નિષ્ણાતો માને છે કે જો ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ સુધરશે તો આગામી દિવસોમાં બજારમાં નવી ઊંચાઈ જોવા મળી શકે છે. જોકે, આજના ઉછાળા છતાં ઉચ્ચ સ્તરે થોડી નફાબૂસી પણ જોવા મળી હતી, જે સાવચેતીનો સંકેત આપે છે.

સેન્સેક્સ અને નિફ્ટીના આંકડા પર એક નજર

આજના ટ્રેડિંગ સેશનના અંતે, બીએસઈ (BSE) સેન્સેક્સ 1,186.77 પોઈન્ટ અથવા 1.65 ટકાના ઉછાળા સાથે 73,134.32 ના સ્તર પર બંધ રહ્યો હતો. બીજી તરફ, એનએસઈ (NSE) નિફ્ટી 348 પોઈન્ટ અથવા 1.56 ટકા વધીને 22,679.40 ના સ્તર પર સ્થિર થયો હતો. બજારની વધઘટ વચ્ચે આજે લગભગ 3,675 શેર વધારા સાથે બંધ થયા હતા, જ્યારે માત્ર 478 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: એપ્રિલ ફૂલ નહીં પણ એપ્રિલમાં 'ફૂલ' તેજી! : મહિનાના પહેલા દિવસે બજારમાં દિવાળી જેવો માહોલ, આ 5 શેરોમાં લાગી અપર સર્કિટ

કયા શેરોમાં રહી સૌથી વધુ તેજી?

નિફ્ટી 50 ઇન્ડેક્સમાં આજના ટોચના ગેઇનર્સમાં ઇન્ટરગ્લોબ એવિએશન (Indigo), અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝિસ, ટ્રેન્ટ (Trent) અને ભારત ઇલેક્ટ્રોનિક્સ (BEL) નો સમાવેશ થાય છે. આ શેરોમાં થયેલા જોરદાર ઉછાળાએ ઇન્ડેક્સને ઉપર ખેંચવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, HDFC લાઇફ, સિપ્લા, NTPC અને સન ફાર્મા જેવા શેરો ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

સેક્ટર મુજબ પ્રદર્શન: ડિફેન્સ ઇન્ડેક્સમાં 5%નો ઉછાળો

આજે ફાર્મા સેક્ટર (1% ઘટાડો) સિવાયના તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા:

  • ડિફેન્સ ઇન્ડેક્સ: સૌથી વધુ 5% થી વધુનો ઉછાળો.

  • કેપિટલ ગુડ્સ, મીડિયા અને પીએસયુ બેંક: દરેક ઇન્ડેક્સમાં 3% નો વધારો.

  • ઓટો, આઈટી, મેટલ અને રિયાલ્ટી: 1 થી 2% ની તેજી જોવા મળી.

  • સ્મોલકેપ અને મિડકેપ: સ્મોલકેપ ઇન્ડેક્સમાં 3.3% અને મિડકેપમાં 2.2% નો ઉછાળો નોંધાયો હતો, જે બજારમાં વ્યાપક ખરીદીનો સંકેત આપે છે.

નિષ્ણાતોનો મત: સાવચેતી સાથે તેજી

LKP સિક્યોરિટીઝના ટેકનિકલ એનાલિસ્ટ વત્સલ ભુવાના જણાવ્યા અનુસાર, બેંક નિફ્ટીમાં રિકવરીના સંકેતો છે. આગામી સમયમાં 51,800-52,000 પ્રતિકારક ઝોન (Resistance) સાબિત થઈ શકે છે. જો બજાર આ સ્તરને પાર કરે છે, તો તે 53,000 સુધી પહોંચી શકે છે.

SBI સિક્યોરિટીઝના સુદીપ શાહ માને છે કે, ભલે બજાર વધારા સાથે બંધ થયું હોય, પરંતુ દૈનિક ચાર્ટ પર 'બેરિશ કેન્ડલ' બતાવે છે કે ઊંચા સ્તરે હજુ પણ વેચવાલીનું દબાણ છે. નિફ્ટી માટે 22,500-22,550 મહત્વનો સપોર્ટ ઝોન છે. જો નિફ્ટી આ સ્તરની નીચે જશે, તો નબળાઈ વધી શકે છે.

રોકાણકારો માટે શું છે સંકેત?

જિઓજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના વિનોદ નાયરના મતે, નવા નાણાકીય વર્ષની શરૂઆત જોરદાર રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ જોખમ લેવાની ક્ષમતામાં સુધારો થયો છે. રોકાણકારો અત્યારે રક્ષણાત્મક (Defensive) સેક્ટરમાંથી નીકળીને બેંકિંગ, મેટલ અને રિયાલ્ટી જેવા સાયકલિકલ સેક્ટરમાં રોકાણ કરી રહ્યા છે. જોકે, વધતી જતી બોન્ડ યીલ્ડ અને આંતરરાષ્ટ્રીય તણાવમાં અચાનક પલટો આવે તો બજારમાં ફરી વોલેટિલિટી વધી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
હવે હવાઈ મુસાફરી થશે મોંધી?
Gold Silver Price Today
એપ્રિલ ફૂલ નહીં પણ એપ્રિલમાં 'ફૂલ' તેજી!
LGP Shortage; FY27 ની શરૂઆતમાં જ મોંઘવારીનો માર!
Play Video