વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો 123મો એપિસોડ રવિવાર, 29 જૂન 2025ના રોજ પ્રસારિત થયો. પીએમએ વિવિધ મુદ્દાઓ પર વાત કરતાં દેશના વિકાસ, સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યોને ઉજાગર કર્યા.
123મો એપિસોડ: યોગ દિવસની ભવ્યતા અને ટ્રેકોમા મુક્ત ભારત
અંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં લાખો લોકો જોડાયા હોવાની વાત કરતા પીએમએ વિશાખાપટ્ટનમમાં 3 લાખ લોકો સાથે થયેલા યોગનું ઉલ્લેખ કર્યો.
વડનગરમાં ભુજંગાસનનો રેકોર્ડ –2100 લોકોએ ભાગ લીધો.
WHO દ્વારા ભારતને ટ્રેકોમા મુક્ત જાહેર કરવામાં આવ્યું – પીએમએ આરોગ્ય કર્મચારીઓની પ્રશંસા કરી.
કૈલાશ યાત્રાની પુનઃશરુઆત અને ધાર્મિક યાત્રાઓના આધ્યાત્મિક મૂલ્યો પર ભાર.
બોડોલેન્ડમાં 70 હજારથી વધુ ફૂટબોલ ખેલાડીઓ નવી ઓળખ બનાવી રહ્યાં છે.
122મો એપિસોડ (25 મે 2025): ઓપરેશન સિંદૂર – નવી ભારતની દ્રષ્ટિ
પીએમએ કહ્યું: "ઓપરેશન સિંદૂર ફક્ત લશ્કરી મિશન નહિ, એ સંકલ્પ, હિંમત અને દેશભક્તિની તસવીર છે."
સમગ્ર દેશને તિરંગામાં રંગી દીધો હોવાનું પીએમએ જણાવ્યું.
121મો એપિસોડ (28 એપ્રિલ 2025): પહેલગામ આતંકી હુમલો
પીએમએ પહેલગામ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
જણાવ્યું કે "દેશ લોહી ઉકાળે છે અને પીડિતોને ન્યાય ચોક્કસ મળશે."
120મો એપિસોડ (31 માર્ચ 2025): પાણી બચાવવાનો સંદેશ
ઉનાળાની શરૂઆત સાથે પાણી બચાવવાનો સંકલ્પ.
દેશભરમાં કૃત્રિમ તળાવ, ચેક ડેમ અને રિચાર્જ પિટ્સનું નિર્માણ.
નવા વર્ષની શુભેચ્છા સાથે જળસંચયના મેસેજ પર ભાર.
વિશિષ્ટતા: ‘મન કી બાત’ પ્રસારણ
આ કાર્યક્રમ 22 ભારતીય ભાષાઓ, 29 બોલીઓ અને 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત થાય છે.
વિદેશી ભાષાઓમાં ફ્રેન્ચ, ચાઇનીઝ, તિબેટીયન, બલુચી, અરબી, દારી, સ્વાહિલી વગેરેનો સમાવેશ થાય છે.
આકાશવાણીના 500થી વધુ સ્ટેશનો પરથી આ કાર્યક્રમ દરેક માસના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે.





