Home Gujarat Manjalpur Youth Dies After Falling Into Open Sewer Manhole

માંજલપુરમાં ખુલ્લી ગટર મેનહોલમાં પડતા યુવકનું મોત કેસ : VMCની કડક કાર્યવાહી, ઇજારદાર બ્લેકલિસ્ટ, પોલીસમાં અરજી દાખલ

માંજલપુરમાં ખુલ્લી ગટર મેનહોલમાં પડતા યુવકનું મોત કેસ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 28, 2025, 02:01 PM IST

Vadodara open Sewer Case : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ખુલ્લી ગટર મેનહોલમાં પડી યુવકના મોતની ઘટના બાદ વડોદરા મહાનગર પાલિકા (VMC)ની ગંભીર બેદરકારી સામે આવી. આ દુર્ઘટનામાં વિપુલસિંહ ઝાલા નામના યુવકનું મોત થયું હતું. રોજિંદા માર્ગ પરથી ઘરે જતા સમયે ખુલ્લી અને બિનસુરક્ષિત ગટર મેનહોલમાં પડી જવાથી વિપુલસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાએ શહેરમાં નાગરિકોની સુરક્ષા અને મહાનગર પાલિકાની કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

ઈકોફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસ’ બ્લેકલિસ્ટ

આ ઘટનાને ગંભીરતાથી લઈને વડોદરા મહાનગર પાલિકાએ કડક કાર્યવાહી કરી છે. ખુલ્લી ગટર મેનહોલની જાળવણીમાં બેદરકારી દાખવનાર ઇજારદાર ‘ઈકોફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસ’ને પાલિકાએ બ્લેકલિસ્ટ કરી દીધો છે. આ નિર્ણયથી અન્ય ઇજારદારોને પણ જવાબદારીપૂર્વક કામ કરવાની ચેતવણી મળી હોવાનું માનવામાં આવે છે.

દોષિત ઇજારદાર સામે પોલીસ અરજી

આ ઉપરાંત, પાણી પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. વિભાગે દોષિત ઇજારદાર રાહુલ શર્મા વિરુદ્ધ સંબંધિત પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી દાખલ કરી છે. માત્ર ઇજારદાર જ નહીં પરંતુ જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવ્યા છે. દક્ષિણ ઝોનના પાણી પુરવઠા વિભાગના સુપરવિઝન અધિકારી તેમજ આસિસ્ટન્ટ ઇજનેર અતુલ ભલગામિયાને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં ખુલ્લા મેનહોલ બાબતે યોગ્ય દેખરેખ અને સમયસર કાર્યવાહી ન કરવાના મુદ્દે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now