Home Agriculture Mangogujarat India World Farmers Earnings Production Saffron

કેરીમાં કરોડોની કમાણી : ક્યાં રાજ્યમાં છે સૌથી વધુ કેરીના બગીચા?, ગુજરાતમાં કેટલું થાય છે ઉત્પાદન?

કેરીમાં કરોડોની કમાણી
Published by: OBS Bureau
Last Updated: Jun 10, 2025, 05:08 AM IST

કેરીને ફળોના રાજા કહેવાય છે. કેરીનું નામ પડતા જ ગીરની કેસર કેરીની વાત જરૂર નીકળે. કેસર કેરી ન માત્ર ગુજરાત પણ દેશ અને વિદેશમાં ભારે લોકપ્રિય છે. કેસર કેરીનું ઉત્પાદન કરી ગીરના ખેડૂતોએ દુનિયાભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. પરંતુ તમને એ ખબર નહીં હોય કે કેરીના ઉત્પાદનમાં ગુજરાત પહેલા નંબર પર નથી આવતું.
50 ટકાથી વધુ ઉત્પાદન ભારતમાં
ગુજરાત સહિત અન્ય રાજ્યના ખેડૂતો પણ કેરીનું બમ્પર ઉત્પાદન કરે છે. સમગ્ર દુનિયામાં 50 ટકા કેરીનું ઉત્પાદન ભારતમાં થાય છે..જેનું 25 ટકા એટલે કે 25 લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન ઉત્તરપ્રદેશમાં થાય છે. ગુજરાતમાં પણ મોટાપાયે કેરીનું ઉત્પાદન થાય છે. જેમાં મુખ્યત્વે જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, વલસાડમાં કેરીનું વધુ ઉત્પાદન થાય છે. પરંતુ હવે જામનગરમાં રિલાયન્સ પણ કેરીના ઉત્પાદનમાં અવ્વલ આવે છે.
ક્યા રાજ્યમાં થાય છે સૌથી વધુ ઉત્પાદન?
કેરીના સૌથી વધુ ઉત્પાદનની વાત આવે તો સૌથી પહેલાં નંબર પર આવે છે ઉત્તરપ્રદેશ. જ્યાં 25 લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થાય છે. જ્યારે આંધ્રપ્રદેશમાં 12, બિહારમાં 15.5 અને કર્ણાટકમાં 10 લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થાય છે..અને આપણા ગુજરાતમાં દર વર્ષે 10 લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થાય છે..જેમાં મુખ્યત્વ કેસર કેરી છે જેની વિશ્વભરમાં ડિમાન્ડ છે..આ સિવાય મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમબંગાળ, તેલંગાણામાં પણ કેરીનું ઉત્પાદન થાય છે...

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now