Home Gujarat Man Caught Stealing Temple Bells In Modasa

મોડાસામાં મંદિરના ઘંટ ચોરતો શખ્સ ઝડપાયો : ભંગારમાં વેચતો હતો, 26 ઘંટ સાથે આરોપીને પોલીસે દબોચ્યો

મોડાસામાં મંદિરના ઘંટ ચોરતો શખ્સ ઝડપાયો
Published by: OBS Bureau
Last Updated: Feb 08, 2026, 09:01 AM IST

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર પોલીસે મંદિરોમાંથી ઘંટ ચોરી કરતા ચોરને દબોચી લીધો છે. પોલીસ તપાસ દરમિયાન બાઈક પર થેલામાં પિત્તળના ઘંટ ભરેલા મળી આવતા મંદિર ઘંટ ચોરીના મામલાનો ખુલાસો થયો હતો. આ કાર્યવાહીથી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલી ઘંટ ચોરીની ઘટનાઓ પર રોક લગાવવાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે.

26 નંગ પિત્તળના ઘંટ જપ્ત કર્યા

મળતી માહિતી મુજબ, પોલીસે આરોપી પાસેથી કુલ 26 નંગ પિત્તળના ઘંટ તેમજ આશરે 28 કિલોગ્રામ વજનના તોડેલા ઘંટ જપ્ત કર્યા છે. ઉપરાંત, મંદિરના આશરે 120 કિલોગ્રામ વજનના ઘંટ અને તેનો ભંગાર પણ કબજે લેવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મંદિરોમાંથી ઘંટ ચોરી કરીને તેને તોડી ભંગારમાં પિત્તળ તરીકે વેચી દેતો હતો.

પોલીસે આરોપીન ઝડપી વધુ તાપસ હાથ ધરી

પકડાયેલા આરોપીની ઓળખ માલપુર તાલુકાના વિષ્ણું વાદી તરીકે કરવામાં આવી છે. તેની ધરપકડ કરી પોલીસે મંદિરોમાંથી ઘંટ ચોરીના અનેક કેસોની વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપી સાથે પૂછપરછ કરી તે અન્ય કોઈ ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલો છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર