Home International Malegaon Blast Case Witness Claims Pressure To Implicate Yogi Adityanath

યોગી આદિત્યનાથને પણ ફસાવવા માટે હતુ દબાણ : માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો

યોગી આદિત્યનાથને પણ ફસાવવા  માટે હતુ દબાણ
Published by: OBS Bureau
Last Updated: Aug 02, 2025, 09:12 AM IST

લગભગ 16 વર્ષ જૂના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. મુંબઈની ખાસ NIA કોર્ટે ગુરુવારે તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરતા કહ્યું કે "આકરા અને ચોક્કસ પુરાવાઓના અભાવમાં કોઈપણને દોષી ઠેરવવું ન્યાયસંગત નથી."

કોણ હતા આરોપીઓ?

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, મેઝર રમેશ ઉપાધ્યાય, અજય રાહગીરકર, સુધાકર ચતુર્વેદી, સમીર કુલકર્ણી, અને સુધાકર ધર દ્વિવેદી જેવા લોકો પર આરોપ મૂકાયો હતો.

કોર્ટની ટિપ્પણી

ચુકાદાની ઘોષણા કરતી વખતે કોર્ટએ સ્પષ્ટ કહ્યું:

"આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. કોઈ ધર્મ હિંસાને સમર્થન આપતો નથી."

કોર્ટએ વધુમાં જણાવ્યું કે "તપાસ એજન્સીઓ કોઈ નક્કર પુરાવા રજૂ કરી શકી નહીં. ફક્ત વાર્તાઓના આધારે દોષિત ઠેરવવું યોગ્ય નથી."


ચોંકાવનારો ખુલાસો: યોગી આદિત્યનાથ અને RSS ને ફસાવવાનો દાવો

કેસના નિર્ણાયક તબક્કે એક મુખ્ય સાક્ષી મિલિંદ જોશીએ કોર્ટમાં ચોંકાવનારો દાવો કર્યો કે "તેમને યોગી આદિત્યનાથ, મોહન ભાગવત અને અન્ય જમણેરી નેતાઓના નામ લેવડાવા દબાણ કરવામાં આવ્યું હતું."

સાક્ષીનો દાવો:

  • "તફતીષ દરમિયાન મને દબાણ હેઠળ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો."

  • "મને હિન્દુ નેતાઓના નામ લેવડાવા માટે મજબૂર કરવામાં આવ્યો."

  • "ભગવા આતંકવાદના નેરેટિવ માટે કેસને મોડેલ તરીકે ગોઠવવામાં આવ્યો હતો."

કેસના પૂર્વ તપાસ અધિકારી મહેબૂબ મુજાવરે પણ દાવો કર્યો કે "તત્કાલીન સરકારનો હેતુ 'હિન્દુત્વની રાજનીતિ'ને નિશાન બનાવવાનો હતો."


રાજકીય પડઘો

વિપક્ષે ચુંકાદા પર પ્રશ્નો ઊભા કર્યા છે અને કેસના ડ્રાફ્ટ, પુરાવાઓ અને તપાસ પદ્ધતિ પર સંશયો વ્યક્ત કર્યા છે. બીજી તરફ, ભાજપ નેતાઓએ ચુકાદાને "સત્યની જીત" અને "ભગવા આતંકવાદના ખોટા નેરેટિવ"ના પતન તરીકે ગણાવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video
રશિયાનો મોટો નિર્ણય
ઈરાન-વેનેઝુએલા બાદ હવે ક્યુબાનો વારો?
Play Video