Home Gujarat Major Update In Rajkot Civil Case Patient Linked To Attack On Neurosurgeon Dies

રાજકોટ સિવિલ કેસમાં મોટું અપડેટ : ન્યુરો સર્જન પર હુમલા કેસ સાથે સંકળાયેલ દર્દીનું મોત

રાજકોટ સિવિલ કેસમાં મોટું અપડેટ
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2026, 12:54 PM IST

Binay Thapa Dead: રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જન પર થયેલા હુમલાના વિવાદ વચ્ચે એક મહત્વપૂર્ણ અને દુઃખદ ઘટના સામે આવી છે. સારવાર હેઠળ રહેલા દર્દી બિનય થાપાનું સારવાર દરમિયાન મોત થયું છે. બિનય થાપા અકસ્માતનો ભોગ બન્યો હતો અને તેમને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરો વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બિનય થાપા મૂળ નેપાળનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ તેમના માથામાં ગંભીર ઈજાઓ થતા તેમને ન્યુરો સર્જરી વિભાગમાં સારવાર આપવામાં આવી રહી હતી. આ જ દરમિયાન ન્યુરો વિભાગમાં દર્દીના સ્વજનો અને ડોક્ટરો વચ્ચે થયેલા ઝઘડાની ઘટના બાદ ન્યુરો સર્જન પર હુમલો થયો હતો, જે મામલે સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા અને વિરોધ જોવા મળ્યો હતો.

હવે આ કેસમાં નવી કડી તરીકે દર્દી બિનય થાપાનું મોત થયું છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ, દર્દીની હાલત પહેલેથી જ નાજુક હતી અને તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહોતા. તેમ છતાં, ન્યુરો સર્જન પર હુમલા અને સારવારમાં વિલંબ થયો હોવાની શંકાને કારણે મામલો વધુ ગંભીર બની ગયો છે.

પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને તપાસ તેજ કરવામાં આવી છે. હિટ એન્ડ રન અકસ્માતની આશંકા પણ તપાસના કેન્દ્રમાં છે. દર્દી સાથે જોડાયેલા તમામ તબીબી રેકોર્ડ, CCTV ફૂટેજ અને ઘટનાક્રમની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

આ ઘટનાને લઈને સમાજના આગેવાનો અને મૃતકના સ્વજનોએ સરકાર સમક્ષ ન્યાયની માંગ ઉઠાવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટના બાદ આરોગ્ય તંત્ર, પોલીસ અને પ્રશાસન તમામ માટે આ કેસ અત્યંત સંવેદનશીલ બની ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now