Jafar Khan Drugs Case : સુરત ક્રાઈમ બ્રાન્ચે બેંગકોકથી આવતા જાફર ખાન નામના આરોપીને 17મી નવેમ્બરના રોજ ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજીયાએ જણાવ્યું કે, મુઆરોપીના કબજામાંથી ચાર કિલોથી વધુ હાઇબ્રિડ ગાંજો મળ્યો હતો અને કુલ રૂ. 1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેની ધરપકડ બાદ શરૂઆતમાં ત્રણ દિવસનો રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા, પરંતુ વધુ ડ્રગ્સના જથ્થાની માહિતી મળતા તેની રિમાન્ડની અવધિ વધારવામાં માંગ કરી વધુ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતાં. જે બાદ વધુ તપાસ કરતા વધું મુદ્દામાલ હોવા મામલે તપાસ કરતા ખુલાસો થયો હતો
હાઇડ્રોપોનિક કેનાબીસ ડ્રગ્સ સાથે આરોપી સંકજામાં
સમગ્ર મામલે ખુલાસો થયો છે કે, આરોપી પાસેથી મળી આવેલી ટ્રોલી બેગમાં વિશેષ રીતે બનાવેલું વધારાનું કવર અને તેના પર મૂકાયેલ કાર્બન પેપર પરથી સૌથી મોટો ખુલાસો થયો હતો. એરપોર્ટ પર સ્કેન ન થાય તે માટે બેગને કાર્બન પેપરથી પેકિંગ કરવામાં આવ્યું હતું. આ કવર ખોલતા અંદરથી હાઇડ્રોપોનિક કેનાબીસ ડ્રગ્સ મળી આવ્યો હતો. આરોપી સામે મળેલો તમામ જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરી!
ડીસીપી ભાવેશ રોજીયાએ જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી અનેક મહત્વપૂર્ણ કડીઓ મળી આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, હાઇબ્રિડ ગાંજો અને હાઇડ્રોપોનિક કેનાબીસના તાર તામિલનાડુ, ચેન્નાઈ સહિત અન્ય રાજ્યો સાથે જોડાયેલા છે. આ કિસ્સો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરી સાથે સંકળાયેલ હોઈ શકે છે અને આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે.






