Home Business Major Changes Affecting The Middle Class In India

મધ્યમ વર્ગને અસર કરતા મોટા ફેરફારો : દૂધથી લઈને ગેસ સિલિન્ડર સુધીના ભાવ બદલાયા

મધ્યમ વર્ગને અસર કરતા મોટા ફેરફારો
Published by: OBS Bureau
Last Updated: May 01, 2025, 07:56 AM IST

આજે પહેલી મે, આજે ગુજરાતનો સ્થાપના દિવસ એટલે આજનો દિવસ ગુજરાતવાસીઓ માટે તો ખાસ છે. આ ખાસ દિવસથી કેટલાક મોટા ફેરફાર થઈ રહ્યાં છે જેના કારણે મધ્યમ વર્ગને મોટી અસર થઈ શકે છે. સકારાત્મક અને એક હદ સુધી નકારાત્મક પણ શું ફેરફાર કરવામાં આવ્યા છે તેની પર નજર કરીએ.

દૂધ મોંઘું, ATMમાંથી કેશ વિથડ્રૌલ મોંઘુ અને રેલવે મુસાફરી અંગે પણ થયા છે ફેરફાર

1. અમૂલ દૂધ થયું મોંઘુ
અમૂલે દૂધના 2 રૂપિયા પ્રતિ લીટર વધારો કર્યો છે. આ ભાવવધારો 1 મેથી અમલમાં આવ્યો છે અને તેમાં અમૂલ ગોલ્ડ, અમૂલ તાઝા અને અન્ય પ્રકારનો દૂધનો સમાવેશ છે.

2. ATMમાંથી રૂપિયા ઉપાડવા પર વધુ ખર્ચ
ATMની મફત લિમિટ બાદ હવે એક ટ્રાન્ઝેક્શન માટે ₹23 ચૂકવવા પડશે, જે અગાઉ ₹21 હતું. ફ્રી ઉપાડની મર્યાદા યથાવત રહેશે. RBI મુજબ, એટીએમ સંચાલન ખર્ચમાં વધારો થવાને પગલે આ નિર્ણય લેવાયો છે.

3. વેઇટિંગ ટિકિટ પર હવે રેલવે મુસાફરી નહીં થાય

ભારતીય રેલવેના નવા નિયમ પ્રમાણે, વેઇટિંગ ટિકિટવાળા મુસાફરો હવે સ્લીપર કે AC કોચમાં મુસાફરી નહી કરી શકે. આ સુવિધા માત્ર જનરલ કોચ માટે ઉપ્લબ્ધ રહેશે. સ્લીપર કે એસી કોચમાં ઝડપાા તો ₹250થી ₹440 સુધી દંડ થશે. સાથે સાથે, IRCTC પર ટિકિટ બુક કરતી વખતે મોબાઈલ વેરિફિકેશન ફરજિયાત બન્યું છે.

4. કોમર્શિયલ ગેસ સિલિન્ડર થયો સસ્તો
19 કિલો વજનના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ₹17 ઘટી છે. દિલ્હીમાં હવે તેનું મૂલ્ય ₹1747 થયું છે. ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી.

5. 26 આરઆરબી બેંકોનું વિલીનીકરણ
‘એક રાજ્ય, એક આરઆરબી’ નીતિ અંતર્ગત 10 રાજ્યોમાં કુલ 26 પ્રાદેશિક ગ્રામીણ બેંકોને મર્જ કરીને નવી બેંકો ઉભી કરવામાં આવી છે. આ પગલાથી બેંકિંગ વ્યવસ્થામાં કાર્યક્ષમતા અને ખર્ચમાં ઘટાડો થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now