logo-img
Main Supplier Of Ganja Arrested In Naxal Forest Of Chhattisgarh

SOGનો સાહસિક ઓપરેશન : છત્તીસગઢના નક્સલી જંગલમાં 50 કિમી ચાલીને ટ્રેક્ટર ચલાવતા ગાંજાના મુખ્ય સપ્લાયરને દબોચ્યો

SOGનો સાહસિક ઓપરેશન
Published by: Offbeat Team
| Last Updated: Feb 06, 2026, 02:02 PM IST

વડોદરા SOG પોલીસે નશાના ગેરકાયદે ધંધા સામે વધુ એક મોટી સફળતા મેળવી છે. વડોદરાથી આશરે 1600 કિમી દૂર છત્તીસગઢના નક્સલવાદી પ્રભાવિત વિસ્તારમાં આવેલી ઘન જંગલોમાં જઈ SOG પોલીસે 27 લાખ રૂપિયાની કિંમતના ગાંજાના મુખ્ય સપ્લાયરને ઝડપી પાડ્યો છે. જીવના જોખમે કરાયેલી આ કામગીરીથી SOG પોલીસની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત થઈ છે. આ સમગ્ર મામલાની શરૂઆત ગત તા. 22 એપ્રિલ 2025ના રોજ થઈ હતી, જ્યારે હરણી પોલીસ સ્ટેશનની ટીમે અમદાવાદ–મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી કમ્ફર્ટ ઈન હોટેલ પાસે રેડ કરી હતી. ત્યાં બિનવારસી હાલતમાં ઊભેલા ટ્રકની તપાસ દરમિયાન કેબિનની પાછળ બનાવેલા ગુપ્ત ખાનામાંથી 45 પેકેટમાં કુલ 270 કિલો 50 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાવી 27 લાખ રૂપિયાની કિંમતનો 279 કિલો 50 ગ્રામ ગાંજાનો જથ્થો, ટાટા ટ્રક સહિત કુલ રૂ. 35.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ગાંજાના સ્પલાયરને દબોચ્યો

આ કેસમાં તપાસ આગળ વધતાં તા. 23 મે 2025ના રોજ બાલોતરા (રાજસ્થાન)માંથી પ્રથમ આરોપી સુરતાનખાન ઉર્ફે નીનીયા અમીનખાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તા. 29 જાન્યુઆરી 2026ના રોજ ગાંજાનો ભરાવ કરનાર આરોપી પુખરાજ રામપ્રતાપ બિશ્નોઇને રાજસ્થાનમાંથી ઝડપી 8 દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. SOG ઇન્ચાર્જ પી.આઈ. સી.બી. ટંડેલના માર્ગદર્શન હેઠળ PSI આર.એન. સીસોદીયા અને તેમની ટીમે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા મુખ્ય સપ્લાયર રમેશ પેમારામ ડારા (બિશ્નોઇ) છત્તીસગઢના ધમતરી જિલ્લાના નક્સલવાદી પ્રભાવિત કલ્લેમેટા ગામના જંગલ વિસ્તારમાં છુપાયેલો હોવાનું ખુલ્યું હતું.

50 કિલોમીટર સુધીના જંગલ વિસ્તારમાં શોધખોળ કરી

SOGની ટીમે આશરે 50 કિલોમીટર સુધીના જંગલ વિસ્તારમાં શોધખોળ કરી, જેમાં અડધો કિલોમીટર પગપાળા ચાલીને કલ્લેમેટા ગામ નજીક ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા રમેશ પેમારામ ડારાને ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ આરોપીને વડોદરા લાવવામાં આવ્યો છે અને આજે તેને વડોદરા કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now