મહીસાગર જિલ્લાના ચર્ચાસ્પદ "નલ સે જલ" કૌભાંડમાં CID ક્રાઇમને મોટી સફળતા મળી છે, વધુ એક આરોપીને CID ક્રાઇમે ઝડપી પાડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડમાં અત્યાર સુધીના કુલ 12 આરોપીઓ પૈકી 2ને CID ક્રાઇમે દબોચી લીધા છે. બાકીના આરોપીઓ ઝડપી પાડવા CID ક્રાઇમની વિવિધ ટીમો દ્વારા પંચમહાલ ,અરવલ્લી અને બનાસકાંઠા સહિતના રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં તપાસ કરવામાં આવી રહી છે.
કોર્ટમાં રજુ કરી ૪ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા
આરોપી સુરપાલસિંહ બહાદુરસિંહ બારીઆ, સીઆઇડી ક્રાઈમની ટીમે પંચમહાલના શહેરા ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી સુરપાલસિંહ બારીઆ લુણાવાડાની વાસ્મો કચેરી ખાતે આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ તરીકે ફરજ બજાવતો હતો. CID ક્રાઇમે તેની વિધિવત ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.. રિમાન્ડ દરમ્યાન અન્ય કેટલાક કૌભાંડીઓના નામ ખુલે તેવી સંભાવના છે ..આ કૌભાંડ કઈ રીતે આચરવામાં આવતું હતું ? કોના ઈશારે આટલું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું તથા કૌભાંડની રકમ કેવી રીતે કોની પાસે પહોંચતી હતી તે દિશામાં CID ક્રાઇમ સુરપાલસિંહ બારીઆની ઝીણવટભરી પૂછપરછ કરી રહી છે.
કોણ કોણ છે 12 આરોપીઓ?
123 કરોડના આ નલ સે જલના મહા કૌભાંડ મામલે 12 લોકો સામે 22 જૂને વાસ્મો મેનેજર ગિરીશ અગોલાએ ફરિયાદ નોંધાવી હતી.
(1) એ.જી.રાજપરા, તત્કાલીન યુનિટ મેનેજર
(2) સન્ની રસિકભાઈ પટેલ, જિલ્લા કો-ઓડીનેટર
(3) અમિત એમ. પટેલ, ઈન્ચાર્જ જીલ્લા કો-ઓડીનેટર
(4) વૈભવ બી સંગાણી, આસીસ્ટન્ટ
(5) મૌલેશકુમાર વિનોનદભાઈ હિંગુ, આસીસ્ટન્ટ મેનેજર, ટેકનીકલ
(6) દશરથભાઇ રામસિંહ પરમાર, આસીસ્ટન્ટ ટેકનીકલ
(7) ભાવિકકુમાર નવિનભાઈ પ્રજાપતિ, આસીસ્ટન્ટ ટેકનીક
(8) કર્મવીરસિંહ મહેન્દ્સિંહ સિસોદીયા, આસીસ્ટન્ટ મેનેજ૨ ટેકનીકલ
(9) અલ્પેશકુમાર જયંતિસિંહ પરમાર, આસીસ્ટન્ટ મીકેનિકલ
(10) સુરપાલસિંહ બહાદુરસિંહ બારીઆ, આસીસ્ટન્ટ મેનેજર ટેકનીકલ
(11) વનરાજસિંહ લક્ષ્મણસિંહ સોઢા પરમાર, આસીસ્ટન્ટ મેનેજર, ટેકનીકલ
(12) પાર્થકુમાર જગદીશભાઇ પટેલ, આસીસ્ટન્ટ ટેકનીકલ
તપાસનો રેલો વાસ્મોના અધિકારીઓ સુધી પહોંચી રહ્યો છે?
સીઆઇડી ક્રાઇમ સમગ્ર કૌભાંડના ઊંડાણમાં જઇ રહી છે. અત્યાર સુધી ઝડપી પાડવામાં આવેલ બે આરોપીઓની પૂછપરછ માં કેટલીક મહત્વની કડીઓ મેળવવામાં સીઆઇડી ક્રાઇમને સફ્ળતા મળી છે. બીજા આરોપીના રિમાન્ડ દરમ્યાન અન્ય કેટલાક મહત્વના પુરાવાઓ અને વધુ કેટલાક કૌભાંડીઓના નામ બહાર આવી શકે છે. સ્થાનિક કક્ષાએ તલાટી અને સરપંચોની ભૂમિકા ઉપરાંત તેઓ સાથે સંકળાયેલ સ્થાનિક વ્યક્તિઓની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. અને તેઓના રેકોર્ડ ચકાસવામાં આવી રહ્યા છે. સીઆઇડી ક્રાઇમ જે ગંભીરતા થી આ કૌભાંડના પુરાવા એકત્ર કરી રહી છે તેને કારણે કૌભાંડનો રેલો વાસ્મોના ઉચ્ચ અધિકારીઓ અને ગાંધીનગરના કેટલાક મોટા માથાઓ સુધી પહોંચી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

થોડા સમય પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાસ્મોની ઓફિસની આકસ્મિક મુલાકાત લીધી સૌને ચોંકાવ્યા હતા
ગત મહિનાના અંતિમ દિવસોમાં સાંજના સમયે જ્યારે ગાંધીનગરની સરકારી કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે કોઈને પણ જાણ કર્યા વિના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેરની કચેરી ખાતે પહોંચી ગયા હતા,અને આજ કચેરીની સામે આવેલ વાસ્મોની જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ કચેરીની પણ મુલાકાત લીધી હતી. આ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ પાસેથી વિગતો મેળવી હતી સત્તાવાર રીતે આ આકસ્મિક મુલાકાતનું કારણ કચેરીની કામગીરી જાણવાનું તથા સમીક્ષા કરવાનું જણાવ્યું હતું પરંતુ વાસ્તવમાં આ મુલાકાત "નલ સે જલ" કૌભાંડને લઈ મહત્વની માનવામાં આવી રહી છે. કારણકે "નલ સે જલ" કૌભાંડમાં CID ક્રાઇમની તપાસમાં જે પ્રાથમિક વિગતો સામે આવી છે તે ઘણી ચોંકાવનારી છે અને આ તપાસનો અહેવાલ મુખ્યમંત્રી સુધી પહોંચ્યા બાદ મુખ્આયમંત્કરીની સ્મિક મુલાકાત ગોઠવાઈ હોવાનું જે તે સમયે ગાંધીનગરના અધિકારી વર્ગમાં ચર્ચાયુ હતું.

(મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આકસ્મિક મુલાકાત લીધી હતી ત્યાર ની તસ્વીરો)






