મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ભારતીય ઓટોમોબાઇલ બજારમાં પોતાની લોકપ્રિય SUV શ્રેણી XUV 3XO હેઠળ નવી REVX ટ્રિમ લાઇન રજૂ કરી છે. કંપનીએ 4 નવા વેરિઅન્ટ્સ — REVX M, REVX M(O), REVX A અને REVX A AT — બજારમાં ઉતાર્યા છે. નવી શ્રેણીની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત ₹8.94 લાખ રાખવામાં આવી છે, જ્યારે ટોપ વેરિઅન્ટ REVX A ATની કિંમત ₹11.7 લાખ છે.
પ્રીમિયમ સુવિધાઓ સાથે સજ્જ SUV
મહિન્દ્રા XUV 3XO REVX શ્રેણી લોકોને આકર્ષવા માટે અનેક આધુનિક સુવિધાઓ સાથે સંજાયેલી છે. તેમાં LED DRL, બ્લેક લેધરેટ સીટ, સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ, તેમજ 26.03 સેમી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. સુરક્ષા માટે કારમાં છ AIRBAGS, ઓલ રાઉન્ડ ડિસ્ક બ્રેક્સ અને રીઅર સીટ આર્મરેસ્ટ જેવી સુવિધાઓ છે.
ડિઝાઇન અને કલરના નવા વિકલ્પો
કારના બાહ્ય લુકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં બોડી કલર્ડ ગ્રિલ, ડ્યુઅલ-ટોન રૂફ અને બ્લેક એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. ગ્રાહકો માટે નવા 5 કલર વિકલ્પો — ટેંગો રેડ, નેબ્યુલા ન્યુ, સ્ટીલ્થ બ્લેક, એવરેસ્ટ વ્હાઇટ અને ગેલેક્સી ગ્રે — ઉપલબ્ધ રહેશે.
પાવરફુલ એન્જિન અને સુસંગત પર્ફોર્મન્સ
XUV 3XO REVX શ્રેણીમાં 1.2 લિટર mStallion TCMPFi એન્જિન આપવામાં આવ્યું છે, જે 82kW પાવર અને 200Nm ટોર્ક જનરેટ કરે છે. નવી શ્રેણી મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં ઉપલબ્ધ છે.
વેચાણમાં મોટો માઈલસ્ટોન\
મહિન્દ્રાની SUV XUV 3XO એ અગાઉથી જ ગ્રાહકોમાં લોકપ્રિયતા મેળવી છે. તાજેતરમાં કંપનીએ આ મોડેલનો 1 લાખ યુનિટ વેચાણનો આંકડો પાર કર્યો છે. નવી REVX શ્રેણીથી કંપની વધુ વેગ સાથે માર્કેટમાં ભાગીદારી વધારવાની તૈયારીમાં છે.
ટેસ્ટ ડ્રાઇવ અને બુકિંગ શરૂ
મહિન્દ્રાના ડીલરશીપ પર નવા મોડેલની ટેસ્ટ ડ્રાઇવ અને બુકિંગ શરૂ કરવામાં આવી છે. કંપની તરફથી ખાસ લોન્ચિંગ ઓફર્સ પણ આપવામાં આવી રહી છે.




















