Home Automobile Mahindra Be6 And Xev 9e Top Variant Prices Booking Revealed

Mahindra BE6 અને XEV 9eના ટોપ મોડલની કિંમત થયો ખુલાસો : આ દિવસથી શરૂ થશે બ્રુકિંગ

Mahindra BE6 અને XEV 9eના ટોપ મોડલની કિંમત થયો ખુલાસો
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2025, 08:37 AM IST

મહિન્દ્રાએ ગયા વર્ષે તેની બે નવી ઇલેક્ટ્રિક SUV BE6 અને XEV 9e લોન્ચ કરી હતી. તેમજ કંપનીએ નાની બેટરી પેકની કિંમતો જાહેર કરી હતી પરંતુ મોટી બેટરી પેક સાથેના ટોચના મોડલની કિંમતો જણાવી ન હતી. પરંતુ હવે કંપનીએ XEV 9e અને BE 6ના ટોપ-એન્ડ મોડલની કિંમત જાહેર કરી છે. બન્ને ઇલેક્ટ્રિક એસયુવી ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે, જેમાં પેક વન, પેક ટુ અને પેક થ્રીનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કિંમત વિશે...

Mahindra XEV 9e ની 79 kWh બેટરીવાળી ફુલ-લોડેડ પેક થ્રી વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 30.50 લાખ છે. BE 6ના ટોપ-સ્પેક પેક થ્રી ટ્રીમની એક્સ-શોરૂમ કિંમત રૂ. 26.9 લાખ છે. પરંતુ તેમની સાથે હોમ ચાર્જર સામેલ નથી. જ્યારે BE 6 અને XEV 9e પેક ટુની કિંમતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ ટૂંક સમયમાં કંપની આનો પણ ખુલાસો કરશે.



બુકિંગ અને ડિલિવરી
મહિન્દ્રા BE 6નું બુકિંગ પણ 14 ફેબ્રુઆરીથી શરૂ થશે અને આ કારની ડિલિવરી માર્ચની શરૂઆતમાં શરૂ થશે. આ ઉપરાંત XEV 9eના ટોપ-સ્પેક વેરિઅન્ટ માટે બુકિંગ 14 ફેબ્રુઆરીથી શરૂ થશે, જ્યારે ટેસ્ટ ડ્રાઈવ 14 જાન્યુઆરીથી તબક્કાવાર શરૂ થશે. તેની ડિલિવરી પણ માર્ચ 2025માં શરૂ થશે.




બેટરી અને રેન્જ
Mahindra BE 6 અને XEV 9e 59 kWh/79 kWh બેટરી વિકલ્પો સાથે લાવવામાં આવ્યા છે. સંપૂર્ણ ચાર્જ પર 500+ ની રેન્જ ઓફર કરે છે. કંપનીનું કહેવું છે કે, 175 kW DC ફાસ્ટ ચાર્જર સાથે બેટરી માત્ર 20 મિનિટમાં 20% થી 80% સુધી ચાર્જ થઈ જાય છે. મહિન્દ્રા તેમના બેટરી પેક પર આજીવન વોરંટી આપી રહી છે. સેફ્ટી માટે 7 એરબેગ્સ, લેવલ 2 ADAS સૂટ, 360-ડિગ્રી કેમેરા અને બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ જેવી સુવિધાઓથી સજ્જ છે. ડિઝાઇનના મામલામાં આ બન્ને એસયુવી અત્યાર સુધીની સૌથી સ્ટાઇલિશ EV છે અને તે લક્ઝરી કારને સખત સ્પર્ધા આપે છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now