Home Gujarat Mahatma Gandhis Great Granddaughter Neelamben Passes Away In Navsari

નવસારીમાં મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેનનું નિધન : 93 વર્ષની વયે લીધા અંતિમશ્વાસ, આવતીકાલે કરાશે અંતિમ સંસ્કાર

નવસારીમાં મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેનનું નિધન
Published by: OBS Bureau
Last Updated: Apr 01, 2025, 04:39 PM IST

નવસારીમાં મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું નિધન થયું છે. 93 વર્ષની વયે નીલમબેને અંતિમ શ્વાસ લીધા. નીલમબેન નવસારી જિલ્લાની અલકા સોસાયટીમાં તેમના પુત્ર ડૉ. સમીર પરખીના ઘરે નિવાસ કરતા હતા. આવતીકાલે સવારે 8 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. તેમના અંતિમ સંસ્કાર વીરાવળ સ્મશાન ભૂમિ ખાતે કરાશે.

મળતી માહિતી અનુસાર તેઓ મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીની પૌત્રી હતા. તેમના નિધનથી સમગ્ર ગાંધી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, તેઓ સાચા ગાંધીવાદી હતી. તેમણે પોતાનું આખું જીવન વ્યારામાં વિતાવ્યું. સમગ્ર જીવન દરમિયાન તેમણે મહિલા કલ્યાણ અને માનવ કલ્યાણના કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now