Lucknow News: ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાંથી સંબંધો અને માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી મૂકે તેવી ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે. બિહારના છાપરાથી ઉપડીને લખનઉના ગોમતી નગર સ્ટેશને પહોંચેલી 'છાપરા-ગોમતી નગર એક્સપ્રેસ' ટ્રેનમાંથી એક અજાણી મહિલાનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવતા સમગ્ર રેલવે તંત્ર અને પોલીસ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ છે. હત્યારાએ ક્રૂરતાની તમામ હદો વટાવીને મહિલાની હત્યા કર્યા બાદ તેના શરીરના પાંચ ટુકડા કરી નાખ્યા હતા અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને ટ્રેનના કોચમાં બિનવારસી હાલતમાં છોડી દીધી હતી. હાલમાં આ ભયાનક હત્યાકાંડને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે.
રૂટીન ચેકિંગ દરમિયાન બોક્સ અને બેગમાંથી મળ્યા અંગો
મળતી માહિતી મુજબ, ટ્રેન જ્યારે તેના છેલ્લા સ્ટેશન ગોમતી નગર ખાતે પહોંચી ત્યારે મુસાફરો ઉતરી ગયા બાદ સરકારી રેલવે પોલીસ (GRP)ની ટીમ ટ્રેનની અંદર રૂટીન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન સ્લીપર કોચ (AC-1)માંથી સુરક્ષાકર્મીઓને બિનવારસી હાલતમાં પડેલું એક મોટું બોક્સ અને એક બેગ મળી આવી હતી. શંકા જતાં જ્યારે પોલીસે આ રહસ્યમય બોક્સ ખોલ્યું તો અંદરનું દ્રશ્ય જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. બોક્સમાંથી અંદાજે 25થી 30 વર્ષની એક અજાણી મહિલાનું માથા વગરનું ધડ મળી આવ્યું હતું. આ સિવાય તેની બાજુમાં રાખેલી બેગ ખોલતા તેમાંથી મહિલાના કપાયેલા હાથ અને પગ મળી આવ્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, મૃતદેહનું માથું હજુ સુધી ગાયબ છે. પોલીસનું અનુમાન છે કે મહિલાની ઓળખ છુપાવવાના હેતુથી હત્યારાએ માથું કાપીને અન્ય કોઈ અવાવરૂ જગ્યાએ ફેંકી દીધું હોઈ શકે છે.
ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ગંગા જળ સંધિ ડિસેમ્બરમાં થશે પૂર્ણ: નવીકરણની શરતો અંગે બંને દેશો વચ્ચે છે મતભેદો, જાણો આગળ શું થશે?
ઇલેક્ટ્રોનિક કટરથી મૃતદેહના ટુકડા કર્યાની શંકા: સીટ પર લોહીનો એક ટીપું પણ નહીં!
પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ કોઈ પ્રોફેશનલ અથવા શાતિર ગુનેગારનો હાથ હોવાનું સામે આવ્યું છે. ફોરેન્સિક નિષ્ણાતોના મતે, મહિલાની અન્ય કોઈ ગુપ્ત જગ્યાએ હત્યા કર્યા બાદ તેના શરીરને કોઈ ઇલેક્ટ્રોનિક કટર અથવા અત્યંત તીક્ષ્ણ વ્યાવસાયિક હથિયાર વડે પાંચ ટુકડાઓમાં કાપવામાં આવ્યું હતું. આ કેસમાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે ટ્રેનમાંથી મળેલા શરીરના અંગો પર અન્ય કોઈ ઈજા કે ઝપાઝપીના નિશાન નથી. એટલું જ નહીં, જે બોક્સ અને બેગમાંથી મૃતદેહ મળી, ત્યાં કે ટ્રેનની સીટ પર ક્યાંય પણ લોહીના ડાઘ જોવા મળ્યા નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે હત્યા ટ્રેનમાં નથી થઈ, પરંતુ મૃતદેહના ટુકડા કરીને તેને ખૂબ જ સાવચેતીપૂર્વક પેક કરીને ટ્રેનમાં માત્ર ઠેકાણે પાડવા માટે રાખવામાં આવી હતી.
સામાન્ય લોકો માટે એલર્ટ: પેટ્રોલ ડિઝલનાં ભાવ પછી આ ચીજ-વસ્તુઓનાં વધશે ભાવ, આ રિપોર્ટે લોકોની વધારી ચિંતા
20 સ્ટેશનોના CCTV ફૂટેજ ખંખાડતી પોલીસ: 3 સ્પેશિયલ ટીમો કાર્યરત
આ હાઈ-પ્રોફાઈલ અને ભયાનક હત્યાકાંડનો ભેદ ઉકેલવા માટે GRP દ્વારા તાત્કાલિક અસરથી ત્રણ વિશેષ ટીમો (Special Teams)ની રચના કરવામાં આવી છે. છાપરા અને ગોમતી નગર વચ્ચે આ ટ્રેન ૧૨ કલાકની મુસાફરી કરે છે અને આ દરમિયાન તે 20 અલગ-અલગ સ્ટેશનો પરથી પસાર થાય છે. પોલીસે આ તમામ 20 સ્ટેશનોના સીસીટીવી (CCTV) ફૂટેજ મગાવીને તેની બારીકાઈથી તપાસ શરૂ કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ બિનવારસી સામાન ટ્રેનમાં કોણે, કયા સ્ટેશનેથી અને કયા સમયે ચડાવ્યો હતો.
સાસારામ-પટના પેસેન્જર ટ્રેનમાં અચાનક ભીષણ આગ!: એક કોચ બળીને ખાખ, પ્લેટફોર્મ પર અફરાતફરી, લોકોમાં ભભૂક્યો ભારે રોષ
અજ્ઞાત હત્યારાઓ સામે FIR દાખલ, ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન
હાલ આ મામલે ચારબાગ રેલ્વે સ્ટેશનના GRP પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત હત્યારાઓ સામે આઈપીસી (IPC)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. પોલીસ આસપાસના જિલ્લાઓ અને રાજ્યોના ગુમ થયેલા લોકોના અહેવાલો પણ ચકાસી રહી છે જેથી વહેલી તકે મહિલાની ઓળખ કરી શકાય. મહિલાની ઓળખ થતાં જ આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાય તેવી પોલીસને આશા છે.





