Home Business Lpg Price Update 19 Kg Gas Cylinder Gets Cheaper By Rs 7 From Today

બજેટ પહેલા જનતાને મોટી રાહત! : 1 ફેબ્રુઆરીએ ઉગ્યો સોનાનો સુરજ; રાંધણ ગેસનો બાટલો થયો સસ્તો, ફટાફટ ચેક કરો ભાવ

બજેટ પહેલા જનતાને મોટી રાહત!
Published by: OBS Bureau
Last Updated: Feb 01, 2025, 03:46 AM IST

LPG Gas Cylinder Price: દેશના સામાન્ય બજેટ પહેલા સામાન્ય જનતાને ખૂબ જ સારા સમાચાર મળ્યા છે. આજે 1 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે સરકારી તેલ બજાર કંપનીઓએ ફરી એકવાર સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે.

ભારતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 14 કિલોગ્રામના ઘરેલુ અને 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવ નક્કી કરે છે. દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવ બદલાય છે. તેનાથી CNG અને PNG ના ભાવ નક્કી થાય છે. દેશના સામાન્ય બજેટ પહેલા સામાન્ય જનતાને ખૂબ જ સારા સમાચાર મળ્યા છે.

આજે 1ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે, સરકારી તેલ બજાર કંપનીઓએ ફરી એકવાર સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. જ્યારે OMC એ ઉડ્ડયન ઇંધણના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેના કારણે હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. LPG સિલિન્ડર અને ATFના નવા ભાવ આજથી એટલે કે 1 ફેબ્રુઆરીથી દેશભરમાં લાગુ થઈ ગયા છે.

LPG સિલિન્ડરના ભાવમાં કેટલો ઘટાડો થયો?
ઓએમસીએ ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે. કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા ભાવ આજથી એટલે કે શનિવાર 1 ફેબ્રુઆરીથી અમલમાં આવ્યા છે. જોકે ઘરેલુ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

મેટ્રો શહેરોમાં 19 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત
દિલ્હી રૂ.૧૭૯૭.૦૦
કોલકાતા રૂ.૧૯૦૭.૦૦
મુંબઈ રૂ.૧૭૪૯.૫૦
ચેન્નાઈ રૂ.૧૯૫૯.૫૦

એરલાઇન્સને રાહત, ઉડ્ડયન ઇંધણ મોંઘુ થયું
આ એરલાઇન કંપનીઓ માટે સારા સમાચાર નથી. ઓએમસીએ ઉડ્ડયન ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. ATF ના ભાવમાં ₹5078.25/કિલો લિટરનો વધારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરીની શરૂઆતમાં, ATF પ્રતિ કિલોલિટર ₹ 1401.37 સસ્તું થયું હતું.

જ્યારે ડિસેમ્બરમાં ૧૩૧૮.૧૨ રૂપિયા પ્રતિ કિલો લિટરનો વધારો થયો હતો. તેવી જ રીતે, નવેમ્બર મહિનામાં પણ ભાવમાં ₹2,941.5/કિલો લિટરનો વધારો થયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now