LPG-PNG Gas Connection: ઈરાન યુદ્ધ અને વધતા જતા ઉર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડર સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. રસોઈ ગેસની કિંમતથી લઈને તેની ડિલિવરી, કનેક્શન અને બુકિંગના નિયમો બદલી દેવામાં આવ્યા છે. પાઇપ્ડ નેચરલ ગેસ એટલે કે PNG કનેક્શનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. LPG સિલિન્ડર પરનો બોજ ઘટાડવા માટે સરકારે PNG કનેક્શન સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા હતા. હવે ફરી એકવાર સરકારે ગેસ સિલિન્ડરને લઈને એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે.
ભારતની પહેલી કઈ હતી UPI એપ? : જાણો કોણે કરી હતી ડિજિટલ પેમેન્ટ ક્રાંતિની શરૂઆત
PNG ગેસ કનેક્શન લેનારાઓને મોટી રાહત
સરકારે નિયમોમાં ફેરફાર કરીને PNG કનેક્શન લેતા LPG ગ્રાહકોને મોટી રાહત આપી છે. સરકારે નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું છે કે PNG કનેક્શન લેવા માટે હવે LPG સિલિન્ડર સરેન્ડર (પરત) કરવાની જરૂર નથી. એટલે કે, જો તમારા ઘરમાં પહેલેથી જ LPG સિલિન્ડર છે અને તમે PNG કનેક્શન લો છો, તો હવે તમારે તમારું LPG કનેક્શન બંધ કરવાની જરૂર રહેશે નહીં.
LPG ગ્રાહકોને થશે ફાયદો, PNG કનેક્શનને મળશે બૂસ્ટ
સરકારે 25 મેના રોજ એક નોટિફિકેશન જાહેર કર્યું છે. 'એલપીજી રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રિબ્યુશન એમેન્ડમેન્ટ ઓર્ડર 2026' મુજબ, PNG કનેક્શન લેવા પર પોતાનું LPG કનેક્શન સરેન્ડર કરવું ફરજિયાત રહેશે નહીં. ગ્રાહક ઈચ્છે તો PNG કનેક્શન લીધાના 30 દિવસ પછી પોતાનું LPG કનેક્શન બંધ કરાવી શકે છે. જો તેઓ કનેક્શન સરેન્ડર કરવા ન માંગતા હોય, તો તેના બદલે તેનું ટ્રાન્સફર વાઉચર લઈને ભવિષ્યમાં તેને ફરીથી શરૂ કરાવી શકે છે.
117 દિવસમાં ચાંદી 1.20 લાખ સસ્તી થઈ : સોનું 18 હજાર રૂપિયા સસ્તુ થયું, જાણો ભાવ ઘટાડાના મુખ્ય કારણો
કોને સૌથી વધુ ફાયદો થશે?
આ નિયમનો સૌથી વધુ ફાયદો ભાડુઆતો, વિદ્યાર્થીઓ, પ્રવાસી પરિવારો અને વારંવાર બદલીપાત્ર (ટ્રાન્સફરેબલ) નોકરી કરતા પરિવારોને મળશે. અગાઉના નિયમ મુજબ, PNG કનેક્શન લેતી વખતે જૂનું LPG કનેક્શન સરેન્ડર કરવું ફરજિયાત હતું.
સિલિન્ડર ડિલિવરી સમયમાં સુધારો થયો
પેટ્રોલિયમ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માના જણાવ્યા અનુસાર, LPG સિલિન્ડરના ડિલિવરી સમયમાં સુધારો થયો છે. બુકિંગથી લઈને ડિલિવરી વચ્ચેનો સમયગાળો હવે ઘટી ગયો છે. છેલ્લા 4 દિવસમાં 1.7 કરોડથી ઓછી રિફિલિંગનું બુકિંગ થયું છે. તેમણે જણાવ્યું કે યુદ્ધના કારણે બુકિંગ પછી સિલિન્ડરની ડિલિવરીમાં 5 દિવસનો સમય લાગતો હતો, જેને હવે ઘટાડીને 4.5 દિવસ કરી દેવામાં આવ્યો છે.





