Home Business Lpg Gas Subsidy New Rules Income Limit Cross Match With It Records Gujarati News

LPG સબસિડી પર સરકારની સર્જિકલ સ્ટ્રાઈક : ઈનકમ ટેક્સ અને ગેસ ડેટાબેઝ થયા લિંક, હવેથી આ લોકોને નહીં મળે સબસિડીનો લાભ

Gas Subsidy Rules 2026
Published by: Nirali Gohil
Last Updated: May 13, 2026, 01:30 AM IST

LPG Subsidy News: કેન્દ્ર સરકાર હવે ગેસ સબસિડીના નિયમોમાં મોટી સફાઈ અભિયાન ચલાવી રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ટેક્સ રેકોર્ડ અને એનર્જી ડેટાબેઝને એકબીજા સાથે લિંક કરવાની પ્રક્રિયા તેજ બનાવી છે. આ નવી પહેલ હેઠળ, હવે એવા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે જેઓ આર્થિક રીતે સક્ષમ હોવા છતાં સબસિડીનો લાભ લઈ રહ્યા છે. ઇન્ડિયન ઓઇલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી સરકારી કંપનીઓએ હવે તેવા ગ્રાહકોને અંતિમ નોટિસ આપવાની શરૂઆત કરી દીધી છે જેમની વાર્ષિક આવક સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદા કરતા વધારે છે.

જો તમે પણ ગેસ સબસિડી મેળવી રહ્યા છો, તો તમારે મોબાઈલ પર આવતા મેસેજ પ્રત્યે સાવધ રહેવાની જરૂર છે. તેલ કંપનીઓ હવે સીધી આવકવેરા વિભાગ (Income Tax Department) સાથે મળીને ગ્રાહકોના ડેટા તપાસી રહી છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સબસિડીનો લાભ માત્ર જરૂરિયાતમંદ પરિવારોને જ મળે. જો કોઈ ગ્રાહક નિર્ધારિત સમય મર્યાદામાં જવાબ નહીં આપે, તો તેમના બેંક ખાતામાં જમા થતી સબસિડીની રકમ કાયમ માટે અટકી શકે છે.

10 લાખની આવક મર્યાદા અને સખત કાર્યવાહી

પેટ્રોલિયમ મંત્રાલયના નવા નિયમ મુજબ, જો કોઈ ગ્રાહક અથવા તેના પરિવારના સભ્ય (જેમ કે જીવનસાથી)ની કુલ ટેક્સેબલ આવક પાછલા નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ હશે, તો તેમને LPG સબસિડી માટે પાત્ર ગણવામાં આવશે નહીં. તેલ કંપનીઓ હવે ઇનકમ ટેક્સના ડેટા સાથે ગ્રાહકોના નામ ક્રોસ-મેચ કરી રહી છે. જે પરિવારો આ મર્યાદા વટાવતા હશે, તેમની સબસિડી નોટિસ મળ્યાના માત્ર 7 દિવસની અંદર જ બંધ કરી દેવામાં આવશે.

ઓટોમેટિક ડેટા ક્રોસ-રેફરન્સ અને મેસેજ એલર્ટ

સરકાર દ્વારા ડેટા મેચિંગની આ પ્રક્રિયા ખૂબ જ સચોટ બનાવવામાં આવી છે. જો સિસ્ટમમાં તમારી આવક 10 લાખથી વધુ જણાશે, તો તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક એલર્ટ મેસેજ આવશે. આ મેસેજમાં સ્પષ્ટપણે જણાવવામાં આવશે કે તમારા આવકવેરા રેકોર્ડ મુજબ તમારી આવક નિર્ધારિત મર્યાદા કરતા વધુ હોવાથી સબસિડી બંધ કરવા પાત્ર છે. જો તમે આ મેસેજ જોઈને પણ સાત દિવસ સુધી કોઈ પ્રતિસાદ નહીં આપો, તો તમારી સબસિડી આપમેળે નિષ્ક્રિય (Deactivate) થઈ જશે.

સબસિડી બચાવવા માટે શું કરવું?

જો તમને ભૂલથી આવો મેસેજ મળ્યો હોય અથવા તમારી ટેક્સેબલ આવક 10 લાખથી ઓછી હોય, તો તમારે ગભરાવાની જરૂર નથી. તમારી પાસે સાત દિવસનો સમય છે જેમાં તમે નીચે મુજબના પગલાં લઈ શકો છો:

  • ટોલ-ફ્રી હેલ્પલાઇન: તમે રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 1800-2333-555 પર સંપર્ક કરીને તમારી સ્થિતિ સ્પષ્ટ કરી શકો છો.

  • ઓનલાઇન પોર્ટલ: તમારી જે તે ગેસ કંપની (Indane, HP, BharatGas) ના સત્તાવાર પોર્ટલ પર જઈને ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકો છો.

  • પહલ (PAHAL) યોજના: જો તમે સમયસર જવાબ નહીં આપો તો PAHAL યોજના હેઠળ સીધી તમારા બેંક ખાતામાં જમા થતી રકમ બંધ થઈ જશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now