Home Automobile Loan On Tata Harrier Will Cost You At Around 9 Percent

બસ આટલામાં જ પડશે Tata Harrier : લોનનું સંપૂર્ણ ગણિત સમજો

બસ આટલામાં જ પડશે Tata Harrier
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2025, 04:35 AM IST

Tata Harrier ડીઝલ કાર છે. આ કારના 25 વેરિઅન્ટ માર્કેટમાં ઉપ્લબ્ધ છે. Tata Harrierની EX-SHOWROOM કિંમત 14.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 26.25 લાખ રૂપિયા સુધી જાય છે. આ કારનું એડવેન્ચર પ્લસ વેરિઅન્ટ સૌથી વધુ વેચાય છે. નવી દિલ્લીમાં આ વેરિઅન્ટની ઓન-રોડ કિંમત 24.88 લાખ રૂપિયા છે. જોકે હારિયર ખરીદવા માટે આપ લોન લઈને પણ પેમેન્ટ કરી શકો છો.

EMI પર ટાટા હેરિયર કેવી રીતે ખરીદશો?
1. ટાટા હેરિયરના એડવેન્ચર પ્લસ વેરિઅન્ટને ખરીદવા માટે, કિંમતના લગભગ 10 ટકા ડાઉન પેમેન્ટ કરવું પડશે. હેરિયર ખરીદવા માટે 22.38 લાખ રૂપિયાની લોન મળશે. લોનની રકમ તમારા ક્રેડિટ સ્કોર પર આધારિત છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો હશે તો તમને વધુ લોન મળશે.
2. એડવેન્ચર પ્લસ ડીઝલ વેરિઅન્ટને ખરીદવા માટે લગભગ 2.50 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ તરીકે જમા કરાવવાના રહેશે.
3. જો તમે ચાર વર્ષ માટે લોન લો છો તો અને બેંક 9 ટકા વ્યાજ વસૂલે છે, તો તમારે આ લોન પર દર મહિને 55,700 રૂપિયા EMI ભરવી પડશે.
4. અને જો પાંચ વર્ષ માટે લોન લેવા માગો છો તો દર મહિને 9 ટકાના વ્યાજ પર લગભગ 46,450 રૂપિયાનો હપ્તો આવશે.
5. જો છ વર્ષ માટે લોન લો છો, તો 40,350 રૂપિયાનો હપ્તો આવશે.
6. અને જો સાત વર્ષ માટે લોન લો છો, તો તમારે દર મહિને 9 ટકાના વ્યાજ પર 36,000 રૂપિયાનો હપ્તો આવશે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now