Home Gujarat Light To Moderate Rain Likely In Next 7 Days Imd Gujarat Monsoon

આજે ક્યાં ક્યાં પડશે વરસાદ? : જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી

આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?
Published by: OBS Bureau
Last Updated: Aug 08, 2025, 03:20 AM IST

હવામાન વિભાગ મુજબ, આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, પરંતુ આગામી એક અઠવાડિયા સુધી ભારે વરસાદની શક્યતા નથી. માછીમારો માટે હાલ કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. અમદાવાદમાં આજે સામાન્ય વરસાદ પડી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 ઓગસ્ટથી દેશમાં ચોમાસું ફરી સક્રિય થશે. અરબ સાગરના સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે બંગાળ ઉપસાગરની સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. 17 ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ સર્જાશે, જેના પરિણામે ઓગસ્ટ અંત સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now