Home Gujarat Light To Heavy Rainfall Likely For 7 Days From Today Know Which Alert In Which Zone

આજથી 7 દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી : જાણો કયા ઝોનમાં કયું એલર્ટ?

આજથી 7 દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી
Published by: OBS Bureau
Last Updated: Jul 23, 2025, 04:00 AM IST

વામાન વિભાગના અહેવાલ મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં મોનસૂન વધુ સક્રિય બનશે. આજથી શરૂઆત કરીને આગામી સાત દિવસ સુધી હળવાથી ભારે વરસાદ વરસવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ

હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24 કલાકમાં જ ધોધમાર વરસાદ પડી શકે છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે.

યલો એલર્ટ ધરાવતાં જિલ્લાઓ:

દક્ષિણ ગુજરાત (5 જિલ્લા):

નવસારી

વલસાડ

ડાંગ

તાપી

સુરત

સૌરાષ્ટ્ર (6 જિલ્લા):

અમરેલી

ભાવનગર

દ્વારકા

પોરબંદર

જૂનાગઢ

ગીર સોમનાથ

અમદાવાદમાં પણ વરસાદની સંભાવના

રાજ્યની રાજધાની અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

દરિયામાં ખતરાની ચેતવણી

હવામાન વિભાગે 23 જુલાઈથી 26 જુલાઈ સુધી મछીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે.

વધારાનો વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યાર સુધી સામાન્યથી 46% વધુ વરસાદ નોંધાયો છે. રાજસ્થાન વિસ્તારમાં મોનસૂન ટ્રફ સક્રિય થવાના કારણે વરસાદમાં વધારો થયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now