Impossible record : ક્રિકેટના મેદાનમાં આપણે યુવરાજ સિંહ કે હર્ષલ ગિબ્સના 6 બોલમાં 6 છગ્ગાના રેકોર્ડ વિશે તો સાંભળ્યું જ છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, કોઈ બેટ્સમેન એક જ ઓવરમાં 8 છગ્ગા ફટકારી શકે? સાંભળવામાં આ વાત તદ્દન અશક્ય લાગે છે કારણ કે નિયમ મુજબ એક ઓવરમાં માત્ર 6 બોલ જ હોય છે. તેમ છતાં, ન્યૂઝીલેન્ડના એક વિસ્ફોટક બેટ્સમેને આ અસંભવ કામને હકીકતમાં બદલી નાખ્યું હતું. આ એક એવો 'અમર વર્લ્ડ રેકોર્ડ' છે જે કદાચ ભવિષ્યમાં ક્યારેય તૂટશે નહીં.
મેચનો ઈતિહાસ : કેન્ટરબરી વિરુદ્ધ વેલિંગ્ટનનો જંગ
આ અવિશ્વસનીય ઘટના 20 ફેબ્રુઆરી 1990 ના રોજ બની હતી. ન્યૂઝીલેન્ડની ઘરેલુ ટુર્નામેન્ટ 'શેલ ટ્રોફી' ની એક ફર્સ્ટ ક્લાસ મેચ કેન્ટરબરી અને વેલિંગ્ટન વચ્ચે ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહી હતી. મેચના છેલ્લા દિવસે વેલિંગ્ટને પોતાની ઇનિંગ ડિક્લેર કરીને કેન્ટરબરીની ટીમને જીતવા માટે 59 ઓવરમાં 291 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મેચ ખૂબ જ રોમાંચક વળાંક પર હતી અને બંને ટીમો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી હતી. આ દરમિયાન મેદાન પર કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી.
બોલરની ભૂલ અને બેટ્સમેનનું તાંડવ : 1 ઓવરમાં 22 બોલ
વેલિંગ્ટન તરફથી બર્ટ વેન્સ ઓવર ફેંકવા આવ્યા હતા. આ ઓવરમાં બર્ટ વેન્સે એટલી બધી ભૂલો કરી કે ઓવર પૂરી થવાનું નામ જ નહોતી લેતી. બર્ટ વેન્સે આ ઓવરમાં એક પછી એક અનેક નો-બોલ ફેંક્યા. હકીકતમાં, આ ઓવરના પ્રથમ 17 બોલમાંથી માત્ર 1 બોલ જ લીગલ (કાયદેસર) હતો! આ લાંબી ચાલેલી ઓવરમાં બર્ટ વેન્સે કુલ 22 બોલ ફેંક્યા હતા. આ તકનો લાભ ઉઠાવીને કેન્ટરબરીના બેટ્સમેન લી જર્મને બોલરની લાઇન-લેન્થ બગાડી નાખી અને મેદાનની ચારેબાજુ ફટકાબાજી શરૂ કરી દીધી.
ગૌતમ ગંભીરના કોચિંગથી બધા ખેલાડીઓ ખુશ નથી!: પૂર્વ ક્રિકેટરના ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ
સ્કોરિંગ કાર્ડ : 1 ઓવર, 8 છગ્ગા અને 70 રન
બર્ટ વેન્સની આ 22 બોલની ઓવરમાં લી જર્મને જે તાંડવ મચાવ્યું તે જોઈને સ્ટેડિયમમાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. લી જર્મને આ એક જ ઓવરમાં 8 આકાશી છગ્ગા અને 5 કરકરા ચોગ્ગા ફટકારી દીધા હતા. લી જર્મને વ્યક્તિગત રીતે આ ઓવરમાં 70 રન ફટકાર્યા હતા, જ્યારે તેના સાથી ખેલાડી ફોર્ડે 5 રન બનાવ્યા હતા અને બાકીના 2 રન એક્સ્ટ્રા (નો-બોલ) ના હતા. આમ, એક ઓવરમાં કુલ 77 રન બન્યા, જે ક્રિકેટ ઇતિહાસની સૌથી મોંઘી ઓવર સાબિત થઈ. આ પ્રહાર એટલો પ્રચંડ હતો કે લી જર્મને આ ઓવર દરમિયાન જ પોતાની હાફ સેન્ચુરી પણ પૂરી કરી લીધી હતી.
ટીમ ઈન્ડિયાના કોચિંગ સેટઅપમાં થશે ઐતિહાસિક ફેરફાર!: ગૌતમ ગંભીર અને BCCI નો માસ્ટરસ્ટ્રોક
રોમાંચક અંત : જીતની નજીક આવીને મેચ ડ્રો થઈ
આ ઐતિહાસિક ઓવર બાદ કેન્ટરબરીની ટીમ જીતની ખૂબ જ નજીક પહોંચી ગઈ હતી. છેલ્લી ઓવરમાં ટીમને જીતવા માટે 18 રનની જરૂર હતી. લી જર્મને અદભૂત બેટિંગ ચાલુ રાખી અને પ્રથમ પાંચ બોલમાં 17 રન બનાવી લીધા હતા. હવે છેલ્લા બોલ પર માત્ર 1 રનની જરૂર હતી, પરંતુ દુર્ભાગ્યવશ તે રન લઈ શક્યા નહીં અને મેચ ટાઈ (ડ્રો) માં પરિણમી. જોકે, હાર-જીત કરતાં આ મેચ લી જર્મનના 8 છગ્ગા અને બર્ટ વેન્સની 77 રન વાળી ઓવર માટે ઈતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે અંકાઈ ગઈ.





