Home Gujarat Learning License Facility Know How To Apply

ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે! : આવતી કાલથી ફેસલેસ સુવિધા શરૂ, જાણો અરજી કરવાની રીત?

ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે!
Published by: OBS Bureau
Last Updated: Jul 07, 2025, 04:39 AM IST

Learning License Facility: લાયન્સ કઢાવવાની બાબતમાં થોડી રાહત આપતી વિગતો સામે આવી છે. નવા ડ્રાઈવિંગ લાયસન્સ માટે સરકારે થોડી હળવાસ દાખવી છે, એટલે કે, આવતીકાલે 7 જુલાઈથી ઘેર બેઠા લર્નિંગ લાયસન્સ કઢાવી શકાશે.

'ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવા'

વાહન વ્યવહાર કમિશ્નર કચેરીની એક યાદીમાં જણાવ્યું છે કે, 'લર્નિંગ લાયસન્સ મેળવવાની કામગીરીને વધુ સરળ બનાવી દેવામાં આવી છે. જેના ભાગરૂપે અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવા આધાર પ્રમાણિત ઈ-કેવાયસી દ્વારા ફેસલેસ મેળવી શકે તેવા હેતુથી વાહનવ્યવહાર કચેરી દ્વારા 7 જુલાઇથી અમલ થશે. અરજદાર નોન ફેસલેસ અરજી કરવા માગે તો તેવી સ્થિતિમાં આરટીઓ-એઆરટીઓ-આઇટીઆઇ કે પોલિટેકનિક કચેરી ખાતે લર્નિંગ લાયસન્સ અરજીની ચકાસણી તથા ટેસ્ટની કામગીરી માટે મુલાકાત લેવાની રહેશે.”

કેવી રીતે અરજી કરવી?
સૌથી પહેલા www.parivahan.gov.in વેબસાઇટ પર જાઓ.
આધાર કાર્ડની વિગતો નાંખી ઓળખની ચકાસણી કરો.
જ્યાં તમારૂ ફોર્મ અને વિગતો ભરી સબમિટ કરો
અરજી કર્યાના સાત દિવસમાં ફરજિયાતપણે રોડ સેફ્ટી ટ્યુટોરિયલ જુઓ
ટ્રાફિક નિયમો અને સલામતી અંગેનો ઓનલાઇન ટેસ્ટ આપો.
ટેસ્ટ પાસ કર્યા બાદ લર્નિંગ લાઇસન્સ ડિજિટલી ડાઉનલોડ કરો.

આ પણ જાણી લો
ઉલ્લેખનીય છે કે, આપને જણાવીએ કે, જો તમારી ઉંમર 16થી 18 વર્ષની વચ્ચે છે તો વાલીનું કન્સન્ટ ફોર્મ તેમની સહી સાથે અપલોડ કરવું પડશે. જો તમે દિવ્યાંગ ઉમેદવાર છઓ તો ઓનલાઈન માધ્યમથી લર્નિગ લાયસન્સ મેળવી શકશો નહી. તો તમારે કચેરી ખાતે જઈને જ લર્નિંગ લાયસન્સ મેળવવાનું રહેશે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now