Home Sports Learn The Science Behind Cristiano Ronaldos Superhuman Physique

દુનિયાના સૌથી ફિટ માણસ અને આપણાં વચ્ચે શું છે તફાવત? : જાણો Cristiano Ronaldoના સુપર હ્યુમન ફિઝિકનું વિજ્ઞાન

દુનિયાના સૌથી ફિટ માણસ અને  આપણાં વચ્ચે શું છે તફાવત?
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 07:41 AM IST

Qualities that make Ronaldo a 'Super Human': ફૂટબોલના મેદાનમાં જ્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો દોડે છે, ત્યારે તે માત્ર એક ખેલાડી નથી હોતો, પણ એક 'Terminator' જેવો ભાસે છે. હાલમાં તેને સોશિયલ મીડિયા પર શેર કરેલી 'Before workout' ઇમેજ મેડિકલ સાયન્સ અને ફિટનેસ જગતમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

સામાન્ય માણસ vs રોનાલ્ડો:

આંકડાકીય તફાવત નિષ્ણાતોના મતે રોનાલ્ડોનું શરીર પ્રકૃતિના 'Aging' (વધતી ઉંમર) ના નિયમોને પડકારે છે. જ્યાં એક સ્વસ્થ માણસમાં 15-20% બોડી ફેટ હોય છે, ત્યાં રોનાલ્ડોના શરીરમાં માત્ર 7% ફેટ છે. તેની દોડવાની ઝડપ 35 km/h છે, જે સામાન્ય માણસ કરતા બમણી છે.

રોનાલ્ડોને 'Super Human' બનાવતી ખાસિયતો:

રોકેટ લોન્ચર જેવા સાથળ: તેના સાથળના સ્નાયુઓ 5g-force જેટલો પાવર જનરેટ કરે છે, જે તેને ઉભી જગ્યાએથી 2.6 ફૂટનો જમ્પ મારવામાં મદદ કરે છે.

હવામાં સ્થિરતા (Hang Time): રોનાલ્ડો હવામાં 1.50 સેકન્ડ સુધી 'ફ્લોટ' કરી શકે છે, જે કોઈ સામાન્ય એથ્લેટ માટે અશક્ય છે.

સ્લીપ સાયકલ: તે રાત્રે 8 કલાક ઊંઘવાને બદલે દિવસમાં 90-90 મિનિટના 5 સ્લોટમાં ઊંઘ લે છે, જેથી તેનું મેટાબોલિઝમ સતત એક્ટિવ રહે.

કિક પાવર: તેની ફ્રી-કિક 130 km/h ની ઝડપે નીકળે છે. જો આ બોલ કોઈને વાગે, તો તે કાર અકસ્માત જેટલી ગંભીર ઈજા પહોંચાડી શકે છે.

શિસ્ત અને સમર્પણ:

રોનાલ્ડોના શરીર પર એક પણ ટેટૂ નથી કારણ કે, તે નિયમિત રક્તદાન કરે છે. પિતાના અવસાન બાદ તેને ક્યારેય દારૂ કે સોફ્ટ ડ્રિંક્સને સ્પર્શ પણ નથી કર્યો. આ કઠોર લશ્કરી શિસ્ત જ તેને 39 વર્ષની ઉંમરે પણ 20 વર્ષના યુવાન જેવી સ્ફૂર્તિ આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now