Home Gujarat Lcbs Intensive Investigation Leads To Success 4 Culprits Of Mobile Tower Copper Theft Arrested

અમદાવાદ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી : કોપર કેબલ ચોરીના અણઘડ ગુનાઓનો ભેદ ઉકેલાયો, 3.80 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીઓ ઝડપાયા

અમદાવાદ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 10:14 AM IST

Ahmedabad copper cable theft: અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં તાજેતરના સમયમાં મોબાઇલ ટાવરો પરથી કોપર કેબલની ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ ચોરીઓને કારણે નેટવર્ક સેવાઓમાં વિક્ષેપ પડી રહ્યો હતો અને ટેલિકોમ કંપનીઓને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. આ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ત્વરિત અને કડક કાર્યવાહી હાથ ધરી છે.

ડી.વાય.એસ.પી. વધી ચૌધરી અને પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમે સઘન તપાસ શરૂ

કરી. પોલીસ ઇન્સ્પેક્ટર આર. એન. કરમટીયા (એલ.સી.બી.)ના નેતૃત્વમાં ટીમે ખબરગીરી અને ચોક્કસ માહિતીના આધારે ઓપરેશન હાથ ધર્યું. એચ.સી. શૈલેષભાઈ દેસાઈ અને એચ.સી. કલ્પેશભાઈ ડામોરને મળેલી વિશ્વસનીય માહિતીને આધારે 4 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી.

આરોપીઓએ ચોરી કબૂલી લીધી

પૂછપરછ દરમિયાન આરોપીઓએ મોબાઇલ ટાવરો પરથી કોપર કેબલ ચોરવાની વાત કબૂલી લીધી. તેમની પાસેથી 213.500 કિલોગ્રામ કોપર કેબલ (અંદાજે રૂ. 2,34,850/-) અને અન્ય સાધનો સહિત કુલ રૂ. 3,80,850/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓને કણભા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

વિકાશ યોગી – અમદાવાદ

પપ્પુનાથ યોગી – અમદાવાદ

અભિષેક દેવલાલ બારી – અમદાવાદ

જગદિશ ચાંપાલાલ કસ્તુરજી – અમદાવાદ

આ સફળ કાર્યવાહીથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલા અનેક અણઘડ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસની સતર્કતા અને ત્વરિત પગલાંની વાહવાહી થઈ રહી છે. પોલીસે નાગરિકોને આવી ઘટનાઓ જોવા મળે તો તાત્કાલિક જાણ કરવાની અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now