Home International Lashkar E Taiba Terrorists Saifullah Khalid Killed In Pakistan

પાકિસ્તાનમાં લશ્કરનો આતંકી સૈફુલ્લાહ ખાલિદ ઠાર : ભારત પર થયેલા અનેક આતંકી હુમલાઓનો માસ્ટર માઈન્ડ હતો સૈફુલ્લાહ

પાકિસ્તાનમાં લશ્કરનો આતંકી સૈફુલ્લાહ ખાલિદ ઠાર
Published by: OBS Bureau
Last Updated: May 18, 2025, 06:55 PM IST

RSS મુખ્યાલયથી લઈને પહલગામ સુધીના હુમલાઓનો માસ્ટરમાઈન્ડ સાઈફુલ્લાહ ખાલિદ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં અજાણ્યા શસ્ત્રધારીઓના હુમલામાં ઠાર થયો. તેની મૃત્યુથી લશ્કર-એ-તૈયબા અને TRFના નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે.

સિંધના શહેરી વિસ્તારમાં અજાણ્યા શસ્ત્રધારીઓએ લશ્કર-એ-તૈયબાનાં ખતરનાક આતંકી સૈફુલ્લાહ ખાલિદની હત્યા કરી નાંખી. હાફિઝ સઈદનાં અત્યંત નજીકના સાગરીત તરીકે ઓળખાતા ખાલિદની હત્યા લશ્કરના ‘નેપાળ મોડ્યુલ’ માટે પણ મોટા ઝટકા સમાન છે. ભારતના કેટલાય મોટાં હુમલાઓ પાછળ રહેલા આ આતંકીના મોતથી અનેક પ્રશ્નો ઉભા થયા છે. સૈફુલ્લાહ ખાલિદ (અસલ નામ રજાઉલ્લાહ નિઝામાની) લશ્કર-એ-તૈયબા સંગઠનનો ડેપ્યુટી ચીફ હતો. તેણે આતંકી પ્રવૃત્તિઓ માટે TRF (The Resistance Front) જેવા આતંકી સંગઠન નું નેતૃત્વ પણ સંભાળ્યું હતું. ખાલિદના સંપર્કો પાકિસ્તાન, નેપાળ અને ભારતના અનેક વિસ્તારમાં ફેલાયેલા હતા. તેની હત્યા 18 મેના રોજ પાકિસ્તાનના સિંધ પ્રાંતના હૈદરાબાદ શહેરમાં થઈ. ત્રણ અજાણ્યા શસ્ત્રધારીઓએ તેને ગોળી મારીને ઠાર માર્યો.

શું ખરેખર પાકિસ્તાને જ સૈફુલ્લાહની ગેમ બજાવી દીધી ?

આ ઘટના પછી અનેક પત્રકારો અને સુરક્ષા વિશ્લેષકો દ્વારા આશંકા વ્યક્ત થઈ રહી છે કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ લશ્કરના આંતરિક નેટવર્કને કાપવા માટે પોતે જ આ રીતે “સફાયો” શરૂ કર્યો છે. પાકિસ્તાન પર આતંકીઓને આશરો આપવા બદલ સતત દબાણ આવી રહ્યું હતું.

ભારત પર આતંકી હુમલાઓમાં સૈફુલ્લાહનો હાથ

સૈફુલ્લાહ ખાલિદે ભારતમાં અનેક આતંકી હુમલાઓની યોજના બનાવી હતી અને તેનો સીધો સંબંધ નીચેની ઘટનાઓ સાથે રહ્યો છે:
• 2001: RSS મુખ્યાલય પર હુમલો
• 2005: IISc, બેંગલુરુ પર હુમલો
• 2007: રામપુર CRPF કેમ્પ પર હુમલો
• 2025: પહલગામમાં પ્રવાસીઓ પર ભયાનક હુમલો

આ હુમલાઓમાં અનેક નિર્દોષોના મોત થયા હતા.

TRF અને નેપાળ મોડ્યુલ: નવો ચહેરો, જૂની રાહ

કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનના ઈશારાથી TRF નામે નવુ આતંકી જૂથ ઉભું થયું હતું . TRFનો હેતુ હતો આતંકવાદને સ્થાનિક દેખાવ આપવો અને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ભાગીદારી છુપાવવી. સૈફુલ્લાહ TRF માટે નવુ નેટવર્ક તૈયાર કરતો હતો, ખાસ કરીને નેપાળ અને પૂર્વ ભારતમાં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video
ઈરાનના તેલ પર અમેરિકાની નજર
મિસાઇલ શક્તિમાં કોણ છે વિશ્વમાં નંબર 1?