Home International Larry Ellison Overtakes Jeff Bezos In World Billionaire List

24 કલાકમાં અમીરોની દુનિયામાં ઉથલપાથલ! : બેઝોસ ત્રીજા સ્થાને સરકી ગયા, જાણો મુકેશ અંબાણી કયાં નંબરે

24 કલાકમાં અમીરોની દુનિયામાં ઉથલપાથલ!
Published by: OBS Bureau
Last Updated: Jul 03, 2025, 09:50 AM IST

વિશ્વના ધનિકોની યાદીમાં મોટો ઉલટફેર થયો છે. ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસન હવે આ યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયા છે જ્યારે એમેઝોનના જેફ બેઝોસ ચોથા સ્થાને સરકી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, બુધવારે એલિસનની નેટવર્થમાં $10.3 બિલિયનનો વધારો થયો. આ સાથે તેમની નેટવર્થ $246 બિલિયન પર પહોંચી ગઈ છે અને તેઓ ધનિકોની યાદીમાં ત્રીજા સ્થાને આવ્યા. આ વર્ષે તેમની નેટવર્થમાં $54.2 બિલિયનનો વધારો થયો છે. બીજી તરફ બેઝોસની નેટવર્થમાં $672 મિલિયનનો ઘટાડો થયો છે અને તેઓ $241 બિલિયન સાથે ચોથા સ્થાને આવી ગયા છે. આ દરમિયાન, વિશ્વના સૌથી ધનિક એલોન મસ્કની
અમીરોની દુનિયામાં ઉથલપાથલ!
નેટવર્થમાં $10.7 બિલિયનનો વધારો થયો છે. તેમની EV કંપની ટેસ્લાના શેરમાં 4.97%નો વધારો થયો છે. મંગળવારે અગાઉ, તેમની નેટવર્થમાં $12 બિલિયનથી વધુનો ઘટાડો થયો હતો. મસ્કની નેટવર્થ $361 બિલિયન છે. આ વર્ષે તેમની નેટવર્થમાં સૌથી વધુ 71.2 બિલિયનનો ઘટાડો થયો છે. વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝુકરબર્ગ 252 બિલિયન ડોલરની નેટવર્થ સાથે બીજા નંબરે છે. હવે ઝુકરબર્ગ અને એલિસનની નેટવર્થ વચ્ચે ફક્ત 6 બિલિયન ડોલરનું અંતર છે.
ટોપ 10માં કોણ છે?
વિશ્વના ટોચના ધનિક લોકોની યાદીમાં, માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ 175 અબજ ડોલર સાથે પાંચમા ક્રમે છે. સ્ટીવ બાલ્મર (170 અબજ ડોલર) છઠ્ઠા ક્રમે, ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ (162 અબજ ડોલર) સાતમા ક્રમે, લેરી પેજ (162 અબજ ડોલર), સેર્ગેઈ બ્રિન (152 અબજ ડોલર) અને વોરેન બફેટ (144 અબજ ડોલર) દસમા ક્રમે છે. ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી (111 અબજ ડોલર) આ યાદીમાં 16મા ક્રમે છે અને ગૌતમ અદાણી (85.2 અબજ ડોલર) 20મા ક્રમે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર