Home Gujarat Large Scale Cultivation Of Marijuana Caught In Mahisagar

મહીસાગરમાંથી ગાંજાની મોટા પાયે ખેતી ઝડપાઈ : 258 છોડ મળી આવ્યા, 2.37 કરોડનો જથ્થો જપ્ત

મહીસાગરમાંથી ગાંજાની મોટા પાયે ખેતી ઝડપાઈ
Published by: OBS Bureau
Last Updated: Dec 12, 2025, 06:10 AM IST

મહીસાગર જિલ્લામાં બાલાસિનોર નજીક આવેલા વડદલામાં પોલીસને મોટી સફળતા મળી છે. મહીસાગર પોલીસને વિશ્વસનીય બાતમી મળી હતી કે, ગામમાં એરંડાની ખેતીની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરી તપાસ કરતા ત્યાંથી ગાંજાના કુલ 258 છોડ મળી આવ્યા.

2.37 કરોડનો જથ્થો જપ્ત

આ છોડનું વજન કરાવવામાં આવ્યું ત્યારે તે 473.960 કિલોગ્રામ જેટલું નીકળ્યું, જેની બજાર કિંમત અંદાજે રૂ. 2,36,98,000 થાય છે. પોલીસે ગેરકાયદે વાવેતર કરતી વ્યક્તિ વાઘજીભાઈ શિવાભાઈ પરમારને ઝડપી પાડ્યો છે.

પોલીસે કાર્યવાહી હાથધરી

ઘટનાસ્થળેથી જપ્ત કરાયેલા ગાંજાના છોડની ગુણવત્તા અને જાતિની ખાતરી માટે પોલીસે FSL (ફોરેન્સિક લેબોરેટરી)ની મદદ લીધી હતી. તપાસમાં ગાંજાની પુષ્ટિ થતા પોલીસે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. મહીસાગર જિલ્લામાં ગેરકાયદે નશીલા પદાર્થોના ઉત્પાદન અને વેપાર સામેની આ કાર્યવાહી પોલીસ માટે એક મોટી સફળતા ગણાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ
ઉત્તર ગુજરાતની ઘરતી પર PM મોદીએ યાદ કર્યા એ દિવસો...
Play Video