Lamborghini નું નામ આવતા જ વિચારોમાં લક્ઝરી અને સ્પીડ બંનેનું ચિત્ર આવે છે. મોન્ટેરી કાર વીક 2025 દરમિયાન, કંપનીએ તેની સ્પેશિયલ એડિશન સુપરકાર Fenomeno ને રજૂ કરી છે. કંપનીનો દાવો છે કે, આ અત્યાર સુધીની સૌથી ઝડપી અને સૌથી શાનદાર Lamborghini છે. ખાસ વાત એ છે કે, આ કારના ફક્ત 30 યુનિટ બનાવવામાં આવશે, જેમાંથી 29 યુનિટ ગ્રાહકોને આપવામાં આવશે. તેની કિંમત લગભગ 3 મિલિયન યુરો (લગભગ 27 કરોડ રૂપિયા) હોવાનું કહેવાય છે.
એન્જિન અને પરફોર્મન્સ
Lamborghini Fenomeno માં 6.5-લિટર NA V12 એન્જિનનું છે, જે 8-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. આ એ જ એન્જિન છે જેનો ઉપયોગ Lamborghini Revuelto માં પણ થયો હતો. કંપની કહે છે કે, આ તેમનું અત્યાર સુધીનું સૌથી શાનદાર એન્જિન છે. આ એન્જિનમાં કુલ 1,065 હોર્સપાવર ઉત્પન્ન કરે છે. આમાંથી, 823 હોર્સપાવર V12 એન્જિનમાંથી આવે છે અને બાકીની 242 હોર્સપાવર ત્રણ ઇલેક્ટ્રિક મોટર્સમાંથી આવે છે. આ જ કારણ છે કે આ સુપરકાર આટલું જબરદસ્ત પ્રદર્શન આપે છે.
અત્યાર સુધીની સૌથી ઝડપી
Fenomeno ની ગતિ આશ્ચર્યજનક છે. આ કાર ફક્ત 2.4 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે અને માત્ર 6.7 સેકન્ડમાં 0 થી 200 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે. તેની ટોપની સ્પીડ 350 કિમી/કલાક છે, જે તેને અત્યાર સુધીની સૌથી ઝડપી Lamborghini Fenomeno માં આવશે.
ડિઝાઇન અને ટેકનોલોજી
Lamborghini Fenomeno ની ડિઝાઇન એરોપ્લેનથી પ્રેરિત છે. તેની ચેસિસ સંપૂર્ણપણે મલ્ટી-ટેકનોલોજી કાર્બન ફાઇબરથી બનેલી છે, જે તેને હલકી અને મજબૂત બનાવે છે. તેમાં CCM-R પ્લસ બ્રેક સિસ્ટમ છે, જેમાં કાર્બન-સિરામિક ડિસ્ક છે, જે રેસ ટ્રેક અને રસ્તા બંને પર ઉત્તમ બ્રેકિંગ આપે છે. કારમાં સિંગલ-નટ ફોર્જ્ડ રિમ્સ અને બ્રિજસ્ટોન દ્વારા બનાવેલા ખાસ ટાયર છે, જે રસ્તા પર શાનદાર પકડ જાળવી રાખે છે. અને તેના, સ્પોર્ટ-ટ્યુન્ડ સસ્પેન્શન તેને હાઇ-સ્પીડ ડ્રાઇવિંગ દરમિયાન પણ સ્થિર રાખે છે.
Lamborghini Fenomeno કેમ ખાસ છે?
Fenomeno ફક્ત એક સુપરકાર નથી, પરંતુ તે Lamborghini ના સ્પેશિયલ એડિશનનો એક ભાગ છે. અગાઉ, કંપનીએ Reventon, Sesto Elemento (2010), Veneno (2013), Centenario (2016), Sian (2019) અને Countach (2021) જેવા મોડલો પણ રજૂ કર્યા હતા. આ બધાની જેમ, Fenomeno પણ ફક્ત પસંદગીના ગ્રાહકો માટે છે.





















