Home Gujarat Lalit Vasoya Issues Defamation Notice Of Rs 10 Crore To Gopal Italia

ગોપાલ ઈટાલિયાને "વિષ્ફોટક દાવો" ભારે પડ્યો? : લલિત વસોયાએ ફટકારી 10 કરોડની માનહાનિની નોટિસ

ગોપાલ ઈટાલિયાને "વિષ્ફોટક દાવો" ભારે પડ્યો?
Published by: OBS Bureau
Last Updated: Jul 01, 2025, 10:45 AM IST

ગુજરાતાનામાં પેટા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છતાં પણ રાજકારણ ગરમાયેલું છે. સમગ્ર વાત એવી છે કે, વિસાવદરની પેટા ચૂંટણી દરમિયાન એ એક દાવો કર્યો હતો કે, તેમને ભાજપ અને કોંગ્રેસ મળીને બદનામ કરવાનો પ્રયાસ કરે છે, જે બાદ ગોપાલ ઈટાલીયાએ સ્ટીંગ ઓપરેશન કર્યું હોવાનો કઈ એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં કોંગ્રેસ નેતા પૈસાની લેતી-દેતી કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. ત્યારે હવે સમગ્ર મામલે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ ગોપાલ ઇટાલીયા પર રૂપિયા 10 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે

10 કરોડની માનહાની!
ઉપલેટાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા લલિતભાઈ ગોપાલ ઈટાલિયાએ તાજેતરની વિસાવદરની પેટા ચૂંટણી દરમિયાન કરેલા આક્ષેપોથી નારાજ થઈને 10 કરોડના માનહાની કેસ કર્યો છે જે મામલે ગોપાલ ઈટાલિયાને નોટિસ પાઠવવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો
પેટા ચૂંટણી દરમિયાન ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ મળીને વિસાવદર તાલુકા સંગઠન મંત્રી હરદેવ વિકમાને બે લાખ રૂપિયા આપ્યા અને ઇટાલીયા વિરુદ્ધ ખોટા આક્ષેપો કરતો વીડિયો બનાવવા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોપાલ ઈટાલિયા આ સમગ્ર મામલે વિસાવદરના શાયોના ગોલ્ડ હોટલનો એક વીડિયો પણ બહાર પાડ્યો હતો. જે ઘટનાબાદ ઈટાલિયાએ કહ્યું કે, “હરદેવભાઈ એ ઈમાનદાર ખેડૂત પરિવારમાંથી આવે છે. જ્યારે તેમને રૂપિયાની ઓફર કરવામાં આવી ત્યારે તેમણે તરત જ પાર્ટી નેતાઓને જાણ કરી અને પછી સંપૂર્ણ રેકોર્ડિંગ કરીને સમગ્ર મામલો જાહેર કર્યો હતો.”

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now