Home Gujarat Kutch Illegal Commercial Gas Cylinders Seized Lcb Police Bhuj

કચ્છમાં ગેરકાયદેસર કોમર્શિયલ ગેસનો જથ્થો ઝડપાયો : 174 બાટલાં સાથે આરોપી ધરપકડ

કચ્છમાં ગેરકાયદેસર કોમર્શિયલ ગેસનો જથ્થો ઝડપાયો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 01:50 PM IST

Kutch માં ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસનો સંગ્રહ અને વેપાર કરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પશ્ચિમ કચ્છ LCB દ્વારા દરોડા દરમિયાન મોટી સંખ્યામાં ગેસના બાટલાં કબજે કરવામાં આવ્યા છે.

પોલીસને મળેલી બાતમીના આધારે ભુજમાં આવેલું કુકમા ગમામાં દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન પોલીસે ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ગેસના બાટલાંનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

174 ગેસ સિલિન્ડર કબજે

દરોડા દરમિયાન પોલીસે કુલ 174 ગેસના બાટલાં કબજે કર્યા હતા. આ ઉપરાંત અન્ય સામાન સહિત કુલ રૂ. 1,59,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ભુજના માધાપરનો આરોપી ઝડપાયો

આ મામલે પોલીસે માધાપરના રહેવાસી હિરેન ટાંકને ઝડપી પાડ્યો છે. આરોપી ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરી વેપાર કરતો હોવાની વિગતો સામે આવી છે.

પોલીસની વધુ તપાસ

હાલ Gujarat Policeની પશ્ચિમ કચ્છ LCB ટીમ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ ગેરકાયદેસર ગેસનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોણ સંકળાયેલા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now