Home Automobile Kosmera Star Razer 3112hp Electric Hypercar Gujarati

આ કારમાં 100 કે 200 નહીં... મળે છે 3112 હોર્સપાવર! : ફ્યુચરિસ્ટિક ડિઝાઇન સાથે આવી નવી EV હાઇપરકાર

EV hypercar, KOSMERA Star Razer
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 22, 2026, 07:46 AM IST

EV hypercar : વૈશ્વિક ઓટોમોબાઈલ માર્કેટમાં અત્યારે એક બહુ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. હવે ગ્રાહકો સામાન્ય ફીચર્સ વાળી કારના બદલે હાઈ-સ્પીડ અને એડવાન્સ ટેકનોલોજી વાળી સુપરકાર વધુ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને સ્પોર્ટ્સ અને હાઇપરકાર સેગમેન્ટમાં હવે EVનું વર્ચસ્વ ઝડપથી વધી રહ્યું છે. રેસર કાર અને અદભુત ટેકનોલોજી બનાવવાની બાબતમાં ચીન અત્યારે દુનિયાભરમાં ખૂબ આગળ નીકળી ગયું છે. આ દરમિયાન, હોમ એપ્લાયન્સીસ અને સ્માર્ટ ટેકનોલોજી ક્ષેત્રે જાણીતી ચાઇનીઝ બ્રાન્ડ Dreame સાથે જોડાયેલા નવા ઓટોમોટિવ બ્રાન્ડ 'KOSMERA'એ પોતાની નવી ઇલેક્ટ્રિક સુપરકાર 'Star Razer'નો કોન્સેપ્ટ લુક અને પાવરટ્રેન જાહેર કરીને આખી દુનિયાના ઓટોમોબાઈલ પ્રેમીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ નવી હાઇપરકાર સીધી રીતે Bugatti જેવી વૈશ્વિક અને સ્પીડના મામલે કિંગ ગણાતી બ્રાન્ડ સાથે સ્પર્ધા કરવા મેદાનમાં આવી રહી છે.

3112 હોર્સપાવરની પ્રચંડ તાકાત

KOSMERA Star Razer કારની સૌથી વધુ ચર્ચા જગાવનારી અને વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી દે તેવી બાબત તેની અદભુત શક્તિ એટલે કે હોર્સપાવર છે. સામાન્ય રીતે દુનિયાની મોંઘી સુપરકારમાં 1000 કે 1500 હોર્સપાવર જોવા મળતો હોય છે, પરંતુ આ કારમાં કંપની કુલ 4 અત્યંત એડવાન્સ ઇલેક્ટ્રિક મોટર્સનો ઉપયોગ કરવાની છે. આ મોટર્સને 'Axion Power' નામની સ્પેશિયલ ટેકનિકલ યુનિટ દ્વારા ખાસ આ કાર માટે જ તૈયાર કરવામાં આવી રહી છે. આ હાઇ-ટેક મોટર્સ કારના આગળના અને પાછળના એક્સેલ પર ડ્યુઅલ-મોટર મોડ્યુલ તરીકે ફિટ કરવામાં આવશે. આમાંનું દરેક મોડ્યુલ એકલું જ 1556hpનો પાવર જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે આ કારની કુલ કમ્બાઈન્ડ પાવર 3112hp સુધી પહોંચી જાય છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, આ મોટર્સ સાઈઝમાં એટલી કોમ્પેક્ટ અને નાની છે કે તેને એક નાના સૂટકેસમાં પણ સરળતાથી મૂકી શકાય છે. આ નાની મોટર્સનો પાવર-ટુ-વેઇટ રેશિયો81 hp પ્રતિ કિલોગ્રામ છે, જે ઇલેક્ટ્રિક કાર એન્જિનિયરિંગની દુનિયામાં એક અદ્ભુત ચમત્કાર સમાન છે.

આ પણ ખાસ વાંચો : Flying Carનું સપનું બનશે હકીકત? : EV ચાર્જરથી ચાર્જ થનારી ઉડતી કાર પર થઈ રહ્યું છે ઝડપથી કામ


પ્લેન કરતાં પણ ફાસ્ટ સ્પીડ

3112hpની આ પ્રચંડ તાકાત રસ્તા પર કેવો તરખાટ મચાવશે, તેનો અંદાજ તેના પરફોર્મન્સના આંકડા પરથી જ આવી જાય છે આ કારની સ્પીડના આંકડા એટલા આક્રમક છે કે તે કોઈ પણ સ્પીડ લવરના હોશ ઉડાવી શકે છે. KOSMERA કંપનીના સત્તાવાર દાવા મુજબ, સ્ટાર રેઝર માત્ર 1.7 સેકન્ડના અત્યંત નજીવા સમયમાં 0થી 100km/hની સુપર સ્પીડ પકડી લે છે. આ એક્સિલરેશન પ્લેનના ટેક-ઓફ કરતાં પણ ફાસ્ટ હોઈ શકે છે. આટલું જ નહીં, આ કારને 400km/hની ટોચની ઝડપ પકડવામાં માત્ર 8.2 સેકન્ડનો સમય લાગે છે. કંપનીના અંદાજિત આંકડાઓ દર્શાવે છે કે આ હાઇપરકારની મેક્સિમમ ટોપ સ્પીડ 550km/h સુધી પહોંચી શકે છે. આ સ્પીડ એટલી વધારે છે કે તે બુગાટીના અત્યાર સુધીના તમામ વર્તમાન સ્પીડ રેકોર્ડ્સને સરળતાથી તોડીને એક નવો ઈતિહાસ રચી શકે છે.

આ પણ ખાસ વાંચો : ગાડી પાર્ક કરતા પહેલાં વાઇપર ઊંચા કેમ કરી દેવા જોઈએ? : નિષ્ણાતોએ જણાવ્યું મોટું કારણ


કિંમત અને લોન્ચિંગ અંગે સસ્પેન્સ

Star Razer તેના આધુનિક લુક, આક્રમક એરોડાયનેમિક ડિઝાઇન અને ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીના કારણે અત્યારથી જ ગ્લોબલ માર્કેટમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. સ્પીડ અને રેસિંગના શોખીનો આ કારના પ્રોડક્શન મોડલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, કંપનીએ અત્યારે માત્ર આ કારનો કોન્સેપ્ટ લુક અને પાવરટ્રેનની વિગતો જ દુનિયા સામે શેર કરી છે. KOSMERA બ્રાન્ડ દ્વારા આ હાઇપરકારની સત્તાવાર કિંમત કેટલી રાખવામાં આવશે અથવા તેને કયા દેશોમાં અને ક્યારે લોન્ચ કરવામાં આવશે, તેના વિશે હજુ સુધી કોઈ ચોક્કસ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ ઓટો નિષ્ણાતોનું માનવું છે કે Bugattiને ટક્કર આપનારી આ કાર લિમિટેડ એડિશન તરીકે ખૂબ જ પ્રીમિયમ પ્રાઇસ ટેગ સાથે માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now