Koenigsegg Sadair's Spear : આજના જમાનામાં લોકોને તેજ રફતારવાળી કાર ખૂબ જ પસંદ આવે છે અને તેને ચલાવવાનો આનંદ પણ અલગ હોય છે. જ્યારે પણ આપણે ફાસ્ટ કાર વિશે વિચારીએ છીએ, ત્યારે આપણા મગજમાં સૌથી પહેલા Ferrari કે Lamborghini જેવી મોંઘી કારના નામ આવે છે. પરંતુ આ વખતે મામલો કંઈક અલગ છે. એક અનોખી કારે 111kmphની સુપર સ્પીડ પકડીને મોટા-મોટા કાર પ્રેમીઓને ચોંકાવી દીધા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આ કોઈ સામાન્ય કાર નથી, પરંતુ તેને રમકડાના નાના-નાના બ્લોક્સમાંથી બનાવવામાં આવી છે. LEGO અને Koenigsegg કંપનીએ મળીને આ કાર બનાવીને નવો ઈતિહાસ રચ્યો છે.
9400 કલાકની મહેનત
આપણે જે કારની વાત કરી રહ્યા છીએ તે કોઈ એવી-તેવી કાર નથી, પરંતુ તે Koenigsegg Sadair's Spear હાઇપરકારનું ફૂલ સાઇઝ મોડલ છે. આ અદભુત કારને બનાવવા માટે કુલ 3,27,906 LEGO ટેકનિક ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એન્જિનિયરોને આ આખો પ્રોજેક્ટ ડિઝાઇન કરવામાં અને એક-એક પીસને જોડવામાં 9400 કલાકથી વધુ સમય લાગ્યો છે. આ કારનું કુલ વજન લગભગ 1800 કિલોગ્રામ છે અને તેની સૌથી શાનદાર ખાસિયત તેનો 'ઘોસ્ટ મોડ' છે. માત્ર એક બટન દબાવતા જ આ કારના દરવાજા, બોનેટ અને અરીસા આપમેળે ખૂબ જ સરળતાથી ખુલી જાય છે.
આ પણ ખાસ વાંચો : માત્ર રૂ.6 લાખમાં ઘરે લાવો Tesla Model Y : કંપનીએ શરૂ કર્યો ખાસ ઓનરશિપ પ્લાન, જાણો
જૂના રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ
આ અદભુત LEGO કારને UKના પ્રખ્યાત ગુડવુડ કોર્સ પર ચલાવવામાં આવી હતી અને જોતજોતામાં તેણે 111kmphની ટોપ સ્પીડ મેળવી લીધી હતી. આ પહેલા આ વર્લ્ડ રેકોર્ડ LEGO McLaren P1ના નામે હતો, જે માત્ર 50 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી જ પહોંચી શકી હતી. આ નવી કારે જૂના રેકોર્ડને બમણા કરતાં પણ વધુ સ્પીડથી તોડી નાખ્યો છે. આ રેકોર્ડ સ્પીડ ટેસ્ટ Koenigseggના જાણીતા ટેસ્ટ ડ્રાઇવર માર્કસ લુંધ દ્વારા પૂરો કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ સાબિત કરે છે કે, લેગો એન્જિનિયરિંગ હવે માત્ર ઘરમાં સજાવવાના નાના રમકડાં પૂરતું મર્યાદિત નથી રહ્યું.
આ પણ ખાસ વાંચો : 30 વર્ષ જૂની યાદો ફરી તાજી કરશે Tata Sierra! : ક્લાસિક SUVને મળશે ફ્યુચરિસ્ટિક ડિઝાઇન અને પ્રીમિયમ EV ટેક્નોલોજી
જુલાઈ 2026માં ખરીદી શકાશે
આ અદ્ભુત કારને સામાન્ય લોકો માટે લોન્ચ થનારા એક નવા LEGO ટેકનિક સેટની ખુશીમાં ખાસ રીતે બનાવવામાં આવી છે. આ નવો સેટ જુલાઈ 2026માં આખી દુનિયાના માર્કેટમાં વેચાણ માટે આવવાનો છે, જેમાં પુખ્ત બિલ્ડર્સ માટે 4104 પીસ હશે. આ નાના સ્કેલ મોડલમાં પણ અસલી કારની જેમ કામ કરતું V8 એન્જિન, નાઈન-સ્પીડ ગિયરબોક્સ, ટ્રિપ્લેક્સ સસ્પેન્શન અને સિગ્નેચર ઘોસ્ટ મોડ સિસ્ટમ જોવા મળશે. જો તમે કાર અને LEGO મોડલના સાચા ચાહક છો, તો આ નવો સેટ તમારા માટે સૌથી બેસ્ટ સાબિત થશે.





