Home Agriculture Koklabar Artgal Vanokara Neelpushpa Gadardi Agriculture Medicine Treasure Grass

ઘડપણને છૂમંતર કરતી સંજીવની! : ગુજરાતીઓ જેને ઘાસ સમજે છે એ છોડ ખજાનાથી કમ નથી!, જાણી લો ફાયદા

ઘડપણને છૂમંતર કરતી સંજીવની!
Published by: OBS Bureau
Last Updated: Jun 12, 2025, 07:02 AM IST

કેટલાક એવા છોડ હોય છે જેને આપણ ઘાસ સમજીને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ તેના ફાયદા અનેક હોય છે. કેટલાક છોડ તો એવા હોય છે જેના ઉપયોગથી દવાથી પણ વધુ ફાયદા થતા હોય છે. આવો જ એક છોડ છે ગાડરડીનો....જો આ છોડ તમને ક્યાંય પણ દેખાય તો હવે તેને ઘાસ સમજવાની ભૂલ ન કરશો. કેમ આ એ જ છોડ છે જે 70 વર્ષે પણ તમારા ચહેરાને 17 વર્ષ જેવો યુવા રાખી શકે છે..
ના મહેનત, ના માવજત
નદી કીનારે, ખેતર અને રોડની સાઈડમાં અને પડતર જમીનમાં જોવા મળતા આ છોડમાં અનેક ગુણ છે...મુખ્યત્વે દક્ષિણ યુરોપ, મધ્ય એશિયા અને ચીનમાં વધુ જોવા મળે છે....જેને અંગ્રેજીમાં કોકલેબર, હિન્દીમાં આર્તગલ અને વનોકરા, સંસ્કૃતમાં નીલપુષ્પા અને ગુજરાતીમાં ગાડરડી કહેવાય છે..અલગ અલગ વિસ્તાર મુજબ તેને અલગ નામથી ઓળખવામાં આવે છે..
ઔષધિય ગુણોનો ખજાનો
વનોકરાના છોડને આમ તો ખડ જ માનવામાં આવે છે..પણ સંશોધનમાં સામે આવ્યું છે કે તેમાં કેટલાય પ્રકારના એન્ટીઓક્સીડેંટ્સ અને એન્ટીઈમ્ફ્લામેટરી કંપાઉંડ છે. જે ત્વચાની રક્ષા કરી તેમાં તાજગી લાવે છે. જેનાથી વૃદ્ધાવસ્થાની અસરને ભગાડી શકાય છે અથવા તો ઓછી કરી શકાય છે. શોધકર્તાઓએ દાવો કર્યો છે કે આ છોડના ફળમાં એન્ટી એજિંગની શાનદાર ફોર્મ્યુલા છે.
તમારી ચામડીને રાખે છે યુવા
એક રિસર્ચ મુજબ આ કાંટાદાર છોડમાં કોલેજન પ્રોડક્શનને એક્ટિવ કરવાની ક્ષમતા રહેલી છે. કોલેજન એક પ્રકારનું પ્રોટીન છે જે સ્કીનની નીચે રહે છે. આ કોલેજન સ્કીનને કોમળતા આપે છે. જેના કારણે ત્વચા યુવા દેખાય છે અને કરચલીઓ ગાયબ થઈ જાય છે. ગાડરડીને ફળમાં મળી આવતા કંપાઉંડને અલ્ટ્રાવાયલટ કિરલોથી સ્કીનને થયેલા નુકસાનને ઘટાડે છે. અને ત્વચાની ક્ષતિગ્રસ્ત કોશિકાઓ અને ટિશ્યૂઝની ખૂબ જ જલ્દી સારવાર કરે છે.
તબીબની સલાહ લેવી, જાતે ડોક્ટર ન બનવું
ઔષધીય હેતુઓ માટે ગારડીનો છોડ પાકે ત્યારે ઘાસ અને બીજ સામગ્રીનો લીલો ભાગ એકત્રિત કરવામાં આવે છે. અને મૂળ ભાગ પાનખરમાં ખોદવામાં આવે છે. ગાડરડીનો છોડ આયોડિનથી સમૃદ્ધ છે. તેમાં પૂરતા પ્રમાણમાં એસ્કોર્બિક એસિડ, શરીર માટે આવશ્યક આલ્કલોઇડ્સ, હૃદય માટે ઉપયોગી ગ્લાયકોસાઇડ્સ અને મૂલ્યવાન રંગદ્રવ્યો છે. તેમાં ડાયફોરેટિક, એનાલજેસિક, બળતરા વિરોધી, એન્ટિબેક્ટેરિયલ અને રક્ત શુદ્ધિકરણ ગુણધર્મો છે.જેથી અનેક બીમારીની સારવાર માટે પણ તેનો ઉપયોગ થાય છે. જો કે તબીબની સલાહ લીધા વગર આપમેળે તેનો ઉપયોગ ન કરવો. કેમ જરૂરી માત્રાથી વધુ જો સેવન કરવામાં આવે તો તેની અસર ઉંધી પણ પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now