હજુ તો દુનિયા કોરોનાના સમય અને તેણે આપેલા ઘાને ભૂલી નથી ત્યાં વધુ એક વાયરસ વાયા ચીન દુનિયામાં પ્રસરી રહ્યો છે. 5 વર્ષ પહેલા લગભગ આ જ સમયે કોરોના વાયરસ વુહાનથી ફેલાયો હતો અને હવે HMPV ફેલાયો છે.ન માત્ર ભારત પરંતુ ગુજરાતમાં પણ વાયરસે દસ્તક દઈ દીધી છે. કોરોનાના કારણે ભારતમાં લાખો પરિવાર ઉજડી ગયા હતા અને આ નવા વાયરસે એવી જ દહેશત લોકોમાં ફેલાવી છે. આ પહેલી વાર નથી કે જ્યારે ચીને આખી દુનિયાને ખતરામાં મુકી છે. ચીનથી ફેલાયેલી કેટલીક બીમારી તો એવી છે, જે કોરોના કરતા પણ ખતરનાક છે.
આ હતી ચીનથી ફેલાયેલી મહાવિનાશક બીમારી
એ વાત તો સર્વવિદીત છે કે, દુનિયાના ખતરનાકમાં ખતરનાક વાયરસ ચીનથી જ ફેલાયેલા છે. કોરોના પહેલા ચીનથી ઉભરતી વિનાશકારી મહામારી પ્લેક કે બ્લેક ડેથ હતી, જેણે 1346 થી 1353 સુધી આફ્રિકા, એશિયા અને યુરોપને તબાહ કરી દીધા હતા. અનુમાન છે કે, તેમાં 75 થી 200 મિલિયન લોકોના જીવ ગયા હતા.છઠ્ઠી, 14મી અને 19મી સદીમાં વિશ્વને તબાહ કરનાર પ્લેગના મુખ્ય મોજા ચીનમાંથી ઉદ્ભવ્યા હતા. જ્યારે, જો આપણે છેલ્લા 100 વર્ષની વાત કરીએ તો 1918, 195, 2022 અને 2019માં મહામારી ફેલાઈ ચુકી છે.
1957 થી 1959 દરમિયાન ચીનમાંથી એશિયન ફ્લૂ નામની બીમારી ફેલાયેલી હતી.2 વર્ષમાં જ આ ફ્લૂથી દુનિયાભરમાં 20 લાખ લોકોના મૃત્યુ થયા હતા. 1918માં એક મહામારી આવી હતી જેને સ્પેનિશ ફ્લૂ તરીકે ઓળખવમાં આવે છે.જેના કારણે લગભગ 50 મિલિયન લોકો માર્ચા ગયા હતા. એ સમયે દુનિયાની લગભગ 30 ટકા આબાદી તેની ચપેટમાં આવી ગઈ હતી.
ચીનમાંથી જ કેમ ફેલાય છે વાયરસ?
અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીનથી જ વાયરસ ફેલાવાની પાછળ તેની ગાઢ વસતિ છે. જો જાનવરોની અનેક પ્રજાતિના સીધા સંપર્કમાં છે. અહીં સ્વચ્છતાની પણ અનેક સમસ્યા છે.જેના કારણે અહીં કોઈ પણ રોગનો ચેપ લાગવાની અને તેની લોકોમાં ફેલાવાની શક્યતા વધી જાય છે.આ સાથે ચીન પર એક આરોપ એવો પણ લાગ્યો છે કે, તે માહિતી છુપાવી રાખે છે, જેના કારણે રોગના ફેલાવાની શક્યતા વધી જાય છે. કારણ જે પણ હોય, પરંતુ ચીનથી સાવધાન રહેવાની જરૂર તો છે.

_2a843db2-7376-4f0d-9fb6-5ca31358f29e.jpg)




