Home Business Know What Finance Minister Will Decide About Fd In Budget 201

બજેટમાં આવશે ખુશીના સમાચાર?? : FD પર મળતા વ્યાજ પર સરકાર નહીં લગાવે ટેક્સ, નાણામંત્રી કરશે આ મોટી જાહેરાત

બજેટમાં આવશે ખુશીના સમાચાર??
Published by: OBS Bureau
Last Updated: Jan 04, 2025, 05:15 PM IST

વર્ષ 2025 આવી ગયું છે અને સાથે જ બજેટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સરકાર જલદી જ બજેટ રજૂ કરશે. બજેટને લઈને ટેક્સ પેયર્સ અને નોન ટેક્સ પેયર્સ બંને ખૂબ જ આશાઓ લઈને બેઠા છે. બજેટ પહેલા એ ચર્ચા થઈ રહી છે કે, જો તમે બેંકમાં અફડી કરાવો તો તેના પર ટેક્સમાં મોટી રાહત મળી શકે છે. આ એફડી પરનું વ્યાજ ઓછું થઈ શકે છે અથવા તો સાવ ન લાગી શકે.બેંકોનુ કહેવું છે કે, જો સરકાર ટેક્સ હટાવવાનો નિર્ણય કરે છે તો તેનાથી બેંકમાં રાશી જમા કરાવવાને પ્રોત્સાહન મળશે.

જો નાણામંત્રી તરફથી આ જાહેરાત કરવામાં આવે તો બચતને પ્રોત્સાહન મળી શકે છે. બેંકમાં પૈસા જમા કરાવવા પર તેમના પર મળતા વ્યાજથી તેમની જરૂરિયાતો પુરી કરી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નાણાકીય સંસ્થાઓ, ખાસ કરીને એફડી પર ટેક્સ ઈન્સેન્ટિવ આપવાની માંગ કરી છે. તેમનો તર્ક છે કે, તેના બચતમાં વધારો થશે. બેંક આવું સૂચન આપે છે કારણ કે, બેંકમાં લોન આપવા માટેના પૈસાની કમીનો સામનો કરવો પડી રહ્યો છે.

કેવી રીતે થશે ફાયદો?
જો કોઈની પાસે 10 લાખની એફડી હોય તો તેના પર વાર્ષિક 8 ટકા વ્યાજ મળે છે તો તેને પાંચ વર્ષમાં કૂલ ચાર લાખ રૂપિયાનું વ્યાજ મળશે. ધારો કે જો તે 30 ટકા આવકવેરાની શ્રેણીમાં આવે છે, તો 40,000 રૂપિયા સુધીની FD વ્યાજ પર કોઈ ટેક્સ લાગતો નથી. આ મર્યાદાથી વધુ રકમ પર આ સ્લેબ રેટ મુજબ ટેક્સ ભરવાનો રહેશે. વર્તમાન નિયમો અનુસાર, તેણે 3.60 લાખ રૂપિયા પર 30% ટેક્સ ચૂકવવો પડશે, જે 1.08 લાખ રૂપિયા થાય છે. પરંતુ, જો અહીં સ્ટોક માર્કેટ (LTCG)માં રોકાણ કરવા પર ટેક્સ લાગુ થાય છે, તો તેમણે માત્ર 12.5% ​​ટેક્સ ચૂકવવો પડશે, એટલે કે કુલ 45 હજાર રૂપિયા. આ રીતે તેને લગભગ 63 હજાર રૂપિયાનો નફો થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now