આર્થિક જરૂરિયાતો માટે જ્યારે આપણે બેંક પાસેથી લોન લઈએ છે કે નાણાકીય સંસ્થાનોમાં જઈએ છે, ત્યારે ઘણીવાર આપણને લોન વિશે ખબર પડે છે. જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો છે, તો લોન મળવાનું મુશ્કેલ થઈ જાય છે. કેટલાક મહિના પહેલા RBIએ ક્રેડિટ સ્કોર સાથે જોડાયેલા પાંચ નિયમો બનાવ્યા હતા. હાલમાં જ થયેલી નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ RBIએ વધુ એક નિયમ જોડ્યો છે. અને આ નિયમ તમારા માટે જાણવો ખૂબ જ જરૂરી છે.
RBIના નવા નિયમો અનુસાર, દર 15 દિવસે ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર અપડેટ થવો જોઈએ. આ નિયમ 1 જાન્યુઆરી 2025થી લાગૂ થયો છે. RBIએ બેંક અને નાણાકીય સંસ્થાનોને ક્રેડિટ સ્કોર જલ્દીથી જલદી અપડેટ કરવાના નિર્દેશો આપ્યા છે. RBIએ આ આદેશ ગયા વર્ષે ઓગસ્ટમાં જાહેર કર્યો હતો. તેને લાગૂ કરવા માટે 1 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
ક્રેડિટ સ્કોર એટલે શું?
ક્રેડિટ સ્કોર 300 થી 900 ની વચ્ચેનો નંબર છે, જે જણાવે છે કે વ્યક્તિ લોન લેવા માટે લાયક છે કે નહીં અને તેને ચૂકવવાની તેની ક્ષમતા શું છે. આ સ્કોર બેંકો, ક્રેડિટ કાર્ડ કંપનીઓ અને અન્ય ધિરાણકર્તાઓ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે નક્કી કરવામાં આવે છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો નહીં હોય તો તમને લોન મળવામાં મુશ્કેલી થઈ શકે છે.
8th Pay Commission: ગ્રેચ્યુઈટી 25 લાખથી વધારીને 75 લાખ કરાશે?: સેલરી-પેન્શનથી અલગ માત્ર માંગ જ નહીં, કેલ્ક્યુલેશન પણ સમજો






