ટ્રંપની તાજપોશી પહેલા જાણીતા જ્યોતિષે મોટી ભવિષ્યવાણી કરી છે. 20મી જાન્યુઆરીએ ટ્રંપ શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે જ્યોતિષિઓએ તેમના ભારત સાથેના સંબંધો મામલે આગાહી કરી છે. ટ્રંપની તાજપોશી પહેલા જ તેના દુનિયા સાથે સંબંધો કેવા રહેશે તેની ચર્ચાઓ થઈ રહી છે. આ પહેલાના કાર્યકાળમાં ટ્રંપ ભારતના સમર્થક હતા પરંતુ હવે તેનું વલણ કેવું રહેશે તે કહેવું થોડું મુશ્કેલ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પાસે ભારતીયોને ખૂબ જ અપેક્ષાઓ છે. ત્યારે જ્યોતિષિએ એ ભવિષ્યવાણી કરી છે, તેના આધારે કહી શકાય કે, બાઈડેનની તુલનામાં ટ્રંપના કાર્યકાળમાં ભારતના અમેરિકા સાથેના સંબંધો સારા રહેશે. સાથે જ ભારતના પ્રધાનમંત્રી સાથે તેમના ગ્રહોની સ્થિતિ જોતા બંને રાષ્ટ્રાધ્યક્ષો મળીને જે યોજના બનાવશે તે સફળ થવાની પ્રબળ સંભાવના છે. કહી શકાય કે પહેલાની સરકારો કરતા હવેની સરકારમાં ભારત અને અમેરિકાના સંબંધો વધારે મજબૂત થશે.
અમેરિકામાં રહેતા ભારતીયોએ પણ ડોનાલ્ડ ટ્રમ્પની જીતમાં ભૂમિકા ભજવી હતી. તેમનો પરિવાર અને ડોનાલ્ડ ટ્રમ્પ પોતે ભારતીય પરંપરાઓ, કપડાં, ખોરાક અને અન્ય વારસાને સમજે છે. તેથી, ટ્રમ્પ સરકાર મોટા ભાગના મુદ્દાઓ પર અમેરિકામાં રહેતા ભારતીયોને ફાયદો કરાવશે એવું કહેવામાં કોઈ શંકા નથી. વિઝા, એજ્યુકેશન, મેડિકલ અને બિઝનેસ સેક્ટરમાં વધુ સુધારા શક્ય છે. જો અગાઉની સરકાર સાથે સરખામણી કરવામાં આવે તો ટ્રમ્પ સરકારના અમેરિકામાં રહેતા ભારતીયો સાથે વધુ સારા સંબંધો હશે.






