Home Business Know How To Block Credit Card Permanently

નકામા ક્રેડિટ કાર્ડ કરાવો બંધ : આવી રીતે બંધ કરાવો ક્રેડિટ કાર્ડ, જાણી લો પ્રોસેસ

નકામા ક્રેડિટ કાર્ડ કરાવો બંધ
Published by: OBS Bureau
Last Updated: Jan 07, 2025, 04:30 PM IST

જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે અને તમે તેનો ઉપયોગ નથી કરતા, તો તમે તેને બંધ કરાવી શકો છો. સાથે જ તમને એવું છે કે, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ રહી છે અને તમારે તેને બંધ કરાવવું છે, તો તમારે આ પ્રક્રિયા સમજી લેવાની છે. આમ તો બેંકને ક્રેડિટ કાર્ડ ફાયદો કરાવે છે. એટલે જ તે ક્રેડિટ કાર્ડને બંધ કરાવવાની રીક્વેસ્ટ જલદી નથી સ્વીકાર કરતી. જો કોઈ બેંક તમારું કાર્ડ બંધ કરવાની ના પાડે છે તો તમે RBIનો હવાલો આપીને તેની પાસે કાર્ડ બંધ કરાવી શકો છો.

ક્રેડિટ કાર્ડ પર આરબીઆઈના નિયમો કહે છે કે જો કોઈ બેંક ક્રેડિટ કાર્ડ બંધ ન કરે અથવા વિલંબ કરે તો તેણે તેના ગ્રાહકોને દરરોજ 500 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. આ માટે કેટલીક બાબતો વિશે જાણવું જરૂરી છે. જો તમે બેંકને કોઈપણ માહિતી વિના કાર્ડ બંધ કરવા માટે કહો છો, તો તે તમને વાતોમાં ફસાવી શકે છે. તમને લોભામણી ઓફર્સ આપી શકે છે. પરંતુ તમારે તેમાં ફસાવાનું નથી.અને જો તમે કાર્ડ બંધ કરવા આવેદન આપી દીધું છે અને બેંક બંધ નથી કરી રહી તો બેંક તમને રોજના 500 રૂપિયાની પેનલ્ટી ચૂકવશે.

આટલું રાખો ધ્યાન
અત્રે એ નોંધવું જરૂરી છે કે ક્રેડિટ કાર્ડ પર કોઈ બાકી રકમ ન હોવી જોઈએ. જો તમારા કાર્ડ પર કોઈ બાકી હોય તો બેંક તમારી વિનંતીને નકારી દેશે. સૌ પ્રથમ તમને બાકી રકમ ચૂકવવા માટે કહેવામાં આવશે. આરબીઆઈએ આ નિયમ 2022માં લાગુ કર્યો હતો. તમે કેટલાક બેંકના ક્રેડિટ કાર્ડને SMSથી બ્લોક કરી શકો છો. સાથે જ તમે નેટ બેન્કિંગ કે મોબાઈલપ એપથી તેને બ્લોક કરાવી શકો છો. ઈ-મેઈલથી પણ આ રીક્વેસ્ટ કરી શકાય છે.બસ શરત એટલી છે કે, તમારું કોઈપણ બિલ બાકી ન હોવું જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now