Home Automobile Know How Much Salary Is Required To Buy A Maruti Fronx Car About Monthly Emi

Maruti Fronx ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? : આ કાર માટે કેટલો પગાર હોવો જોઈએ?, જાણો લોનમાં દર મહિને કેટલો હપ્તો આવશે

Maruti Fronx ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો?
Published by: OBS Bureau
Last Updated: Mar 04, 2026, 08:57 AM IST

Maruti Suzuki Fronx : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ (Maruti Suzuki Fronx) એક લોકપ્રિય નામ બની ગઈ છે. કંપનીએ હાલમાં જ આ કારને સ્ટાન્ડર્ડ 6 એરબેગ્સ સાથે અપડેટ કરી છે, જે તેને સેફ્ટીની દ્રષ્ટિએ વધુ મજબૂત બનાવે છે. જો તમે આ પ્રીમિયમ SUV ખરીદવા ઈચ્છો છો, પરંતુ બજેટને લઈને મુંઝવણ છે, તો તમારે પૂરેપૂરી રકમ એકસાથે ચૂકવવાની જરૂર નથી. તમે લોન અને EMI દ્વારા આ સપનું પૂરું કરી શકો છો. જાણો આ કાર માટે તમારે કેટલી કિંમત ચૂકવવી પડશે અને દર મહિને કેટલો હપ્તો આવશે.

કારની અંદાજિત ઓન-રોડ કિંમત

અમદાવાદમાં મારુતિ ફ્રોન્ક્સના બેઝ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત અંદાજે ₹6.84 લાખ છે. જો તેમાં ₹52,162 RTO ચાર્જ અને ₹34,689 ઇન્શ્યોરન્સ ઉમેરવામાં આવે, તો આ કારની કુલ ઓન-રોડ કિંમત આશરે ₹7.72 લાખ થાય છે. જોકે, તમે કયા શહેરમાં રહો છો અને કઈ ડીલરશીપ પાસેથી ખરીદી કરો છો તેના આધારે આ કિંમતમાં થોડો ફેરફાર થઈ શકે છે.

લોન અને EMI ની ગણતરી

ધારો કે તમે ₹1 લાખનું ડાઉન પેમેન્ટ કરીને કાર ખરીદો છો, તો બાકીની ₹6.72 લાખની રકમ માટે તમારે બેંક પાસેથી લોન લેવી પડશે. જો બેંક તમને વાર્ષિક 9.8% ના વ્યાજ દરે 5 વર્ષ (60 મહિના) માટે લોન આપે છે, તો તમારી EMI ની ગણતરી નીચે મુજબ રહેશે:

કુલ લોન રકમ : ₹6,72,000

વ્યાજ દર : 9.8% (અંદાજિત)

લોનનો સમયગાળો : 5 વર્ષ (અંદાજિત)

દર મહિનાનો હપ્તો (EMI) : ₹14,223 (અંદાજિત)

કેટલો પગાર હોવો જરૂરી છે?

કોઈપણ ગાડીનો હપ્તો તમારી આર્થિક સ્થિતિ પર બોજ ન બનવો જોઈએ. સામાન્ય રીતે બેંકો એવું માને છે કે, તમારી માસિક આવકના 30% થી 40% જેટલો હિસ્સો જ EMI માં વપરાવો જોઈએ. જો તમારી માસિક સેલેરી ₹40,000 થી ₹50,000 ની વચ્ચે હોય, તો તમે ₹14,000 થી ₹15,000 નો હપ્તો સરળતાથી ભરી શકો છો. જો તમારી પાસે બીજી કોઈ મોટી લોન ન હોય, તો ₹45,000 ના પગારમાં ફ્રોન્ક્સ લેવી એક સમજદારીભર્યો નિર્ણય ગણાશે.

એન્જિન અને પાવરના વિકલ્પો

મારુતિ ફ્રોન્ક્સ પેટ્રોલ અને CNG એમ બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તેમાં બે પ્રકારના એન્જિન મળે છે. પહેલું 1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે જે 99bhp પાવર આપે છે, જ્યારે બીજું 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે જે 89bhp નો પાવર જનરેટ કરે છે. આ બંને એન્જિન પર્ફોર્મન્સ અને એવરેજની બાબતમાં ઉત્તમ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now