Home Automobile Know About The Price Features And Design Of Tata Sierra And Hyundai Creta

Tata Sierra અને Hyundai Creta માંથી કઈ કાર સસ્તી? : બંને કારની ટેક્નોલોજી, ફીચર્સ અને ડિઝાઇન વિશે જાણો

Tata Sierra અને Hyundai Creta માંથી કઈ કાર સસ્તી?
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2025, 10:20 AM IST

Tata Sierra and Hyundai Creta: ભારતીય બજારમાં કોમ્પેક્ટ SUV સેગમેન્ટ ઝડપથી વધી રહ્યું છે અને Hyundai Creta લાંબા સમયથી તેમાં વિશ્વસનીય નામ છે. હવે Tata Motors એ નવી Tata Sierra લોન્ચ કરીને આ સેગમેન્ટમાં કોમ્પિટિશન વધારી દીધું છે. Sierra ને પ્રીમિયમ લુક અને મોર્ડન ફીચર્સ સાથે રજૂ કરવામાં આવી છે. હવે પ્રશ્ન એ છે કે, Tata Sierra અને Hyundai Creta માંથી કઈ SUV કિંમત,

Hyundai Creta અને Tata Sierra કિંમત

કિંમતની વાત કરીએ તો, Hyundai Creta ની શરૂઆતની કિંમત Tata Sierra કરતા થોડી ઓછી છે, જેના કારણે તે બજેટ ખરીદદારોને વધુ પસંદ આવી શકે છે. Creta ના બેઝ મોડલની એક્સ-શોરૂમ કિંમત 10.73 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે Tata Sierra ની કિંમત 11.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જોકે, ટોપના વેરિયન્ટ્સમાં Sierra ની કિંમત 21.29 લાખ રૂપિયા છે, જ્યારે Creta નું ટોપ મોડલ 19.79 લાખ રૂપિયા સુધી જાય છે.

કેબિન અને ફીચર્સમાં કોણ શાનદાર

Tata Sierra ની કેબિન તેને બીજી કારોથી અલગ બનાવે છે. ટાટા દાવો કરે છે કે, આ તેનું અત્યાર સુધીનું સૌથી પ્રીમિયમ ઇન્ટિરિયર છે. સિએરામાં ટ્રિપલ-સ્ક્રીન સેટઅપ છે, જે તેને આ સેગમેન્ટમાં ખાસ બનાવે છે. તેની સરખામણીમાં હ્યુન્ડાઈ ક્રેટામાં ડ્યુઅલ-સ્ક્રીન સેટઅપ ઉપલબ્ધ છે. સિએરામાં મોટા 19-ઇંચના એલોય વ્હીલ્સ પણ આપવામાં આવ્યા છે, જે તેને વધુ પાવરફુલ અને પ્રીમિયમ લુક આપે છે.

કમ્ફર્ટ અને ટેકનોલોજી

બંને SUV માં ઘણા બધા ફીચર્સ સરખા છે, પરંતુ Sierra માં કેટલાક ફીચર્સ તેને Creta થી અલગ બનાવે છે. તે મલ્ટી-કલર એમ્બિયન્ટ લાઇટિંગ અને 12-સ્પીકર JBL સાઉન્ડ સિસ્ટમ છે. Hyundai Creta રોજિંદા જરૂરિયાતો અનુસાર આરામદાયક સીટ્સ અને સ્મૂધ ડ્રાઇવિંગ અનુભવ પણ પ્રદાન કરે છે, જે તેને કૌટુંબિક ઉપયોગ માટે વધુ સારું બનાવે છે.

ડિઝાઇન

નવી Tata Sierra ની ડિઝાઈન એકદમ અલગ અને યુનિક છે. તેમાં જૂના યુગની Sierra ની ઝલક છે, જે તેને ખાસ બનાવે છે. તેના કલર ઓપ્શન પણ ભારતીય ટચ સાથે આવે છે. બીજી તરફ, Hyundai Creta ની ડિઝાઇન પણ એકદમ મોર્ડન છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now