Home Sports King Kohlis Reign In Visakhapatnam See Virat Kohlis Records At Aca Vdca Stadium

IND vs SA; વિશાખાપટ્ટનમમાં ‘King Kohli’ નું રાજ! : જુઓ ACA-VDCA સ્ટેડિયમમાં Virat Kohli ના રેકોર્ડ્સ!

IND vs SA; વિશાખાપટ્ટનમમાં ‘King Kohli’ નું રાજ!
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 09:17 AM IST

Virat Kohli Record in Visakhapatnam IND vs SA 3rd ODI: પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ત્રણ મેચની ODI સીરિઝમાં શાનદાર ફોર્મમાં છે. કોહલીએ પહેલી બે ODI માં સેંચુરી ફટકારી છે. સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ શનિવારે વિશાખાપટ્ટનમમાં રમાશે. વિરાટ કોહલી આ મેચમાં પણ મોટો સ્કોર બનાવી શકે તેવી ફેન્સ લોકોને ઈચ્છા છે.

કોહલીનું પ્રથમ બે મેચમાં પ્રદર્શન

રાંચીમાં રમાયેલી પહેલી વનડેમાં વિરાટ કોહલીએ 120 બોલમાં શાનદાર 135 રન બનાવ્યા. આ તેની 52 મી વનડે સેંચુરી હતી. આ સેંચુરી સાથે, તેને કોઈપણ ફોર્મેટમાં સૌથી વધુ સેંચુરીનો રેકોર્ડ બનાવ્યો. વિરાટની આ સેંચુરીનો ઉત્સાહ ઓછો પણ થયો ન હતો કે, વિરાટે રાયપુરમાં રમાયેલી બીજી વનડેમાં ફરીથી સેંચુરી ફટકારી. બીજી વનડેમાં, વિરાટ કોહલીએ 93 બોલમાં 102 રન બનાવ્યા. તેની પાછલી બે મેચ અને તેના અગાઉના રેકોર્ડને જોતાં, એ સ્પષ્ટ છે કે, વિરાટ કોહલી શનિવારે વિશાખાપટ્ટનમમાં રમાનારી ત્રીજી મેચમાં પણ મોટી ઇનિંગ રમી શકે છે.


વિશાખાપટ્ટનમમાં વિરાટ કોહલીનું પ્રદર્શન

વિશાખાપટ્ટનમમાં વિરાટ કોહલી સૌથી વધુ રન અને સેંચુરી બનાવનાર ખેલાડી છે. 2011 થી 2023 દરમિયાન, વિરાટે અહીં રમાયેલી 7 વનડે મેચમાં 587 રન બનાવ્યા છે, જેમાં 3 સેંચુરી અને 2 હાફ-સેંચુરીનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન તેની સરેરાશ 97.83 છે. આ આંકડા એ વાતનો પુરાવો છે કે, કોહલી સાઉથ આફ્રિકા સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં ફરી એકવાર વિરોધી ટીમ પર પ્રભુત્વ મેળવી શકે છે અને પોતાની ઉત્તમ બેટિંગથી ચાહકોને રોમાંચિત કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now