Home Gujarat Kheralu Heretic Javed Impersonated Rahul And Lured A Girl

ખેરાલુમાં વિધર્મી 'જાવેદે' 'રાહુલ' નામ ધારણ કરીને યુવતીને ફસાવી : ગેસ્ટહાઉસમાંથી રંગેહાથ ઝડપાયો, બે ગુના નોંધાયા

ખેરાલુમાં વિધર્મી 'જાવેદે' 'રાહુલ' નામ ધારણ કરીને યુવતીને ફસાવી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 24, 2026, 10:19 AM IST

ખેરાલુમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં 20 વર્ષીય હિન્દુ કોલેજીયન યુવતી સાથે ખોટી ઓળખ આપી મિત્રતા કરવાના અને બાદમાં દુષ્કર્મ આચરવાના આક્ષેપો થયા છે. માહિતી મુજબ યુવકે પોતાનું નામ રાહુલ પટેલ હોવાનું જણાવી યુવતી સાથે ઓળખાણ વધારી હતી. વિશ્વાસમાં લઈ સંબંધ બાંધ્યા બાદ યુવતીને ખબર પડી કે યુવકનું સાચું નામ મોહમદ જાવેદ નુરમહંમદ સિન્ધી છે. સત્ય બહાર આવતા યુવતીએ તાત્કાલિક તેના સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

યુવતીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું

આક્ષેપ છે કે ત્યારબાદ આરોપીએ અગાઉ લીધેલા અંગત ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. 21મી ફેબ્રુઆરીએ તે યુવતીને વડનગર રોડ પર આવેલા રાધે ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો, જ્યાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ છે.

સ્થાનિક લોકો ગેસ્ટ હાઉસ પર પહોંચીને આરોપીને દબોચ્યો

ઘટનાની જાણ થતાં કેટલાક સ્થાનિક લોકો ગેસ્ટ હાઉસ પર પહોંચી ગયા હતા અને આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો. બાદમાં આરોપી અને તેના પિતા નુરમહંમદ હુસૈનભાઈ સિન્ધી પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. માહિતી મુજબ, આરોપીને GJ-02-AU-9655 નંબરની સીએનજી રિક્ષામાં બેસાડી મલેકપુર ખાતે રામદેવપીરના મંદિર પાછળ લઈ જઈ માર મારીને છોડી દેવામાં આવ્યો હતો. આ મામલે પણ અલગથી ફરિયાદ નોંધાઈ છે.

સમગ્ર પ્રકરણ ખેરાલુ પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે ગુનાઓ દાખલ કર્યા છે. યુવતીની ફરિયાદ પરથી આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 64(1) અને 351(2) મુજબ ગુનો નોંધાયો છે, જ્યારે આરોપીના ભાઈની ફરિયાદ પરથી અજાણ્યા લોકો સામે પણ કલમ 115(2), 140(3) અને 94 મુજબ ગુનો દાખલ થયો છે. હાલ તપાસ દિનેશસિંહ ચૌહાણ દ્વારા ચાલી રહી છે અને પોલીસે સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now